ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદના વિરામ બાદ આજે ફરીથી વરસાદે દસ્તક આપી હતી અને વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો હતો. રાજ્યમાં ગઈકાલે અને આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ગુજરાત રાજ્યના હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં 8મી ઓગસ્ટથી ભારે વરસાદ પડી શકે છે. આ દિવસ સુધીમાં ગુજરાતના અમદાવાદમાં પણ વરસાદનો માહોલ સર્જાશે અને વરસાદ પણ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે રાજ્યના પશ્ચિમ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી સિસ્ટમને કારણે પાંચમી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 7મી અને 8મી ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે જયારે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી રહેશે.ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં અત્યારસુધી પડેલા વરસાદની સરેરાશ 71.20 ટકા છે જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 118.12 ટકા પડ્યો છે.આગામી દિવસોમાં આ વિસ્તારમાં વરસાદની આગાહી6 ઓગસ્ટ - આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે પણ સાથે વરસાદની આગાહી7 ઓગસ્ટ - નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની વકી જયારે સૌરાષ્ટ્ર કચ્છ અને દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા8 ઓગસ્ટ - આ દિવસે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.