અંબાણી પરિવાર પહોંચ્યો અયોધ્યા, દીકરીએ કહ્યું - સૌથી પવિત્ર દિવસ... જમાઈએ કહ્યું- 'જય શ્રી રામ'

Mukesh Ambani In Ram Mandir રામ મંદિરમાં મુકેશ અંબાણી : અયોધ્યાના રામ મંદિર પહોંચીને અંબાણી પરિવારે ભગવાન શ્રી રામને હાથ જોડીને નમન કર્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે ભગવાન શ્રી રામ આવી રહ્યા છે, 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી મનાવવામાં આવશે.

અંબાણી પરિવાર પહોંચ્યો અયોધ્યા, દીકરીએ કહ્યું - સૌથી પવિત્ર દિવસ... જમાઈએ કહ્યું- 'જય શ્રી રામ'

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ સેરેમનીમાં દેશના સૌથી અમીર મુકેશ અંબાણી પણ પોતાના આખા પરિવાર સાથે આ કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન તેમની પત્ની નીતા અંબાણી, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને વહુ શ્લોકા મહેતા પણ સાથે હતા. આ પ્રસંગે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, "ભગવાન રામ આવી રહ્યા છે..."

અંબાણીએ કહ્યું- 'ભગવાન રામ આવી રહ્યા છે'
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, તેમના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક નીતા અંબાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા છે. મંદિર પહોંચીને અંબાણી પરિવારે ભગવાન શ્રી રામને હાથ જોડીને નમન કર્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે ભગવાન શ્રી રામ આવી રહ્યા છે, 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી મનાવવામાં આવશે.

નીતા અંબાણીએ ગણાવ્યો ઐતિહાસિક દિવસ
મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી આ સમારોહમાં ભાગ લેવા દરમિયાન ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા અને હાથ જોડીને મંદિર સંકુલમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે, "આ એક ઐતિહાસિક દિવસ છે." 

આકાશ અંબાણીએ કહી મોટી વાત 
મુકેશ અંબાણી અને નીતા અંબાણી, તેમજ તેમના મોટા પુત્ર અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા મહેતા સાથે પવિત્ર સમારોહમાં ભાગ લેવા અયોધ્યા પહોંચ્યા હતા. આકાશ અંબાણીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 'આ દિવસ ઇતિહાસના પાનામાં લખાશે, અહીં આવીને અમને ખૂબ જ ખુશી થાય છે.

ઈશા અંબાણીએ કહ્યું - આજે સૌથી પવિત્ર દિવસ 
આ પ્રસંગે મુકેશ-નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પણ અયોધ્યા પહોંચીને ખૂબ જ ખુશ દેખાઈ હતી. ઈશા અંબાણીએ કહ્યું કે હું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોડાઈને ખૂબ જ ખુશ છું અને આજનો દિવસ અમારા માટે સૌથી પવિત્ર દિવસોમાંનો એક છે. તેમના પતિ આનંદ પીરામલે કહ્યું, જય શ્રીરામ !