દાહોદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે મોટરસાયકલ સામસામે અથડાઇ: એકનું સારવાર દરમિયાન મોત:એક ઈજાગ્રસ્ત.

દાહોદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે મોટરસાયકલ સામસામે અથડાઇ: એકનું સારવાર દરમિયાન મોત:એક ઈજાગ્રસ્ત.

દાહોદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે મોટરસાયકલ સામસામે અથડાઇ: એકનું સારવાર દરમિયાન મોત:એક ઈજાગ્રસ્ત.

દાહોદ શહેરના પડાવા વિસ્તાર ખાતે એક મોટરસાઈકલના ચાલકે સામેથી આવતી અન્ય એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓને પગલે તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૧૭મી જુલાઈના રોજ દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે દુધીમતી નદીના પુલ પાસેથી એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે સામેથી દાહોદ શહેરના પડાવ કામળીયાવાડ વિસ્તારમાં રહેતાં આશિષભાઈ ગીરીશચંન્દ્ર પટેલની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં આશીષભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક પરિવારજનો દ્વારા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન આશિષભાઈનું મોત નીપજતાં આ સંબંધે હિતેશભાઈ ગીરીશચંન્દ્ર પટેલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે મોટરસાયકલ સામસામે અથડાઇ: એકનું સારવાર દરમિયાન મોત:એક ઈજાગ્રસ્ત.