પી.પી.સવાણી ગ્રુપ દ્વારા: ભારત દેશને આઝાદ કરાવવા માટે બલિદાન આપનાર વીરોને યાદ કરીને , તેમના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન થયું

પી.પી.સવાણી ગ્રુપ દ્વારા: ભારત દેશને આઝાદ કરાવવા માટે બલિદાન આપનાર વીરોને યાદ કરીને , તેમના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન થયું

૭૫ વર્ષ આઝાદી ના પૂર્ણ થતા ભારત દેશને આઝાદ કરાવવા માટે બલીદાન આપનાર વીરોને યાદ કરવા કેમ ભૂલાય જેમનેસ્મરણાંજલી રૂપે આજરોજ પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ, . એમ. ચેરીટેબલ ટ્રસ્ટ, પી.પી. સવાણી યુનીવર્સીટી, રેડીયન્ટઈંગ્લીશ એકેડમી, પી. પી. સવાણી હોસ્પિટલ સ્ટાફ સામેલ હતા, શાળાની ૩૦-સ્કૂલ બસ, - ફોરવ્હીલ, ૧૦- બાઈક જેવાવાહનોમાં ૯૦૦-વિદ્યાર્થીઓ, સ્કૂલ આચાર્યશ્રી, શિક્ષકમિત્રો, શાળા પરિવાર સ્ટાફ સહિત દેશ ભક્તિના રંગે રંગાયા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા.      

        તિરંગાયાત્રાને પ્રસ્થાન કરવા માટે વી.ડી. ઝાલાવાડિયા (ધારાસભ્યશ્રી કામરેજ), પ્રફુલભાઈ પાનશેરિયા (માજી. ધારાસભ્ય કામરેજ), મહેશભાઈ દેસાઈ (માજી ડિરેક્ટર શ્રી સાયણ સુગર ફેક્ટરી), નરેશભાઈ ડોબરીયા (અગ્રણી બિલ્ડર), ભવાનભાઈ નવાપરા (ચેરમેન -વરાછા કો.. બેન્ક લી), જયંતીભાઈ ત્રાડા (અગ્રણી બિલ્ડર), સવજીભાઈ વેકરીયા (આદર્શગામના પ્રણેતા), બીપીનભાઈ વિરાણી (સમાજ અગ્રણી), હિમતભાઇ સવાણી (ટ્રસ્ટી પી.પી.સવાણી સ્કૂલ), હર્ષદભાઈ રાજ્યગુરુ(મંત્રીશ્રી પી.પી.સવાણી સ્કૂલ) રૂબરૂ હાજર રહ્યા હતા, તેમજ ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણી સોશિયલ મીડીયાના માધ્યમથી વર્ચ્યુલ હાજર રહીને પ્રસ્થાન કરાવ્યું હતું.

                હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતેથી પ્રારંભ થયો હતો, ત્યારબાદ લજામણી ચોક, મોટા વરાછાસવજી કોરાટ બ્રિજસીમાડાનાકાનાનાવરાછાકાપોદ્રા ચોકડીહીરાબાગસર્કલકાપોદ્રા-ઉત્રાણ બ્રિજ – VIP સર્કલ ઉત્રાણ- સુદામા ચોકરામચોકજૂની ચેકપોસ્ટ અમરોલી- સવાણીફાર્મ,અબ્રામા થઈ પી. પી. સવાણી સ્કૂલ, અબ્રામા સ્થિત તિરંગાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

                તિરંગાયાત્રાને સફળ બનાવવા માટે પી. પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના એકેડમિક ડાયરેક્ટરશ્રી- પ્રણયભાઈજરદોશ, મેનેજરશ્રી . એમ. ચેરીટેબલ ટ્રસ્ટ -વલ્લભભાઈ ચોથાણી, સંચાલકશ્રી પી.પી.સવાણી હોસ્પિટલ - વિપુલભાઈતળાવીયા તેમજ સુરત પોલીસના સાથ-સહકાર દ્વારા ભારે ઝહેમત ઉઠાવીને તિરંગાયાત્રાને સફળતા અપાવી હતી.