રાજ્યમાં ફરી વરસાદની આગાહી, 16 ઓગષ્ટ સુઘી આ વિસ્તારમાં વરસાદ પડશે

રાજ્યમાં ફરી વરસાદની આગાહી, 16 ઓગષ્ટ સુઘી આ વિસ્તારમાં વરસાદ પડશે

રાજ્યમાં ફરી વરસાદની આગાહી, 16 ઓગષ્ટ સુઘી આ વિસ્તારમાં વરસાદ પડશે

વરસાદને લઈને ફરી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ફરીથી 4 દિવસ સુધી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો ત્યારે ઓગષ્ટ મહિનામાં ઝરમર ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે. 
ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે ક્યાંક ખુશીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કયા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે તેની વિગતો જોવા જઈએ તો સોમવાર અને મંગળવારના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.   

અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત અન્ય રીજનની સરખામણીએ ઓછો વરસાદ છે ત્યારે ધોધમાર વરસાદ 15 ઓગષ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના વિસ્ચતારમાં વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, નવસારી સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે દરીયાના મોજાઓ વધુ હાઈટમાં ઉછળતા દરીયો તોફાની પણ બની શકે છે જેથી દરીયાઈ વિસ્તારોની અંદર માછીમારોને દરીયો ના ખેડવા માટે પણ આ દિવસો દરમિયાન વધુ સૂચના ના મળે ત્યાં સુધી મનાઈ કરવામાં આવી છે.