લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય

લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય

લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય

લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર. લાઉડસ્પીકરને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, હવેથી કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકર નહીં લગાવી શકાય. જો તમારે લાઉડસ્પીકર લગાવવા હશે, તો પોલીસની પરવાનગી ફરજિયાતપણે લેવી પડશે. પોલીસની પરવાનગી લીધા વગર કોઈ પણ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવામાં આવશે નહીં.મહારાષ્ટ્ર સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં રાજ ઠાકરે દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું, કે આગામી 3 મે સુધી જો મસ્જિદ પરથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે, તો મસ્જિદોની સામે જ લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.પરંતુ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા તે પહેલા જ નિર્ણય લેવાંમાં આવ્યો છે, કે હવે કોઈપણ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર નહીં લગાવી શકાશે, અને જો લાઉડસ્પીકર લગાવવો હશે, તો તેમણે પોલીસની પરમીશન લેવી પડશે. મસ્જિદ હોય કે મંદિર હોય કે પછી અન્ય કોઈપણ ધાર્મિક સ્થળ હોય, જો લાઉડસ્પીકર લગાવવો હોય, તો પોલીસની પરવાનગી જરૂરી રહેશે.અઝાન અને હનુમાન ચાલીસનો જે વિવાદ ઘણા દિવસથી ચાલી રહ્યો હતો, જેમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા કહેવામાં આવ્યું હતું, કે જો મસ્જિદ પર લાઉડસ્પીકર દ્વારા અઝાન વગાડવામાં આવશે, તો તેની સામે મનસે દ્વારા સંપૂર્ણ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેને લઈને હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.