15 ઓગસ્ટે ફરી OLAનો ધમાકો, કંપની લોન્ચ કરી શકે છે આ બે પ્રોડક્ટ!

15 ઓગસ્ટે ફરી OLAનો ધમાકો, કંપની લોન્ચ કરી શકે છે આ બે પ્રોડક્ટ!

15 ઓગસ્ટે ફરી OLAનો ધમાકો, કંપની લોન્ચ કરી શકે છે આ બે પ્રોડક્ટ!

Ola Electric ભારતીય બજારમાં વધુ એક ટુ વ્હીલર લોન્ચ કરવા જઈ રહી છે. સ્વતંત્રતા દિવસના દિવસે ઓલા ઈલેક્ટ્રીક તેનું S1 ઈ-સ્કૂટર માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. ઉપરાંત કંપની તેની ઇલેક્ટ્રિક કાર ને લઈને એક મોટું અપડેટ પણ આપી શકે છે. ગયા વર્ષે 15 ઓગસ્ટે ઓલાએ તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કર્યું હતું. આ વખતે પણ કંપની પોતાનું નવું સ્કૂટર લાવી રહી છે.

ઓલા ઈલેક્ટ્રિક પાસે બીજી પ્રોડક્ટ હશે

રિપોર્ટ અનુસાર, આગામી સ્કૂટર Ola S1 કરતા વધુ સારા ફીચર્સ અને રેન્જ સાથે આવશે. ભારતીય બજારમાં ઓલા ઇલેક્ટ્રિકની આ બીજી પ્રોડક્ટ હશે. ઓલા ઈલેક્ટ્રીક તેને ‘ગ્રીનેસ્ટ ઈવી' કહી રહી છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નવા સ્કૂટરને લોન્ચ કરવાની માહિતી આપી છે અને તારીખ પણ આપી છે. જોકે કંપની દ્વારા સ્કૂટરના ફીચર્સ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.

ભાવિશ અગ્રવાલે ટીઝર શેર કર્યું છે

ઓલા ઈલેક્ટ્રીકના સીઈઓ ભાવિશ અગ્રવાલે તાજેતરમાં એક ટીઝર વીડિયો શેર કર્યો છે. સાથે જ તેણે લખ્યું- ‘અમે 15 ઓગસ્ટે અમારી ગ્રીનેસ્ટ EV રજૂ કરીશું'. ટીઝરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિઝાઇનની ઝલક પણ જોવા મળી હતી. આવનારા નવા સ્કૂટરની ડિઝાઇન Ola S1 Pro જેવી જ લાગે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે કંપની Ola S1 Proનું અપડેટેડ વર્ઝન લાવશે. જોકે કંપની કયું સ્કૂટર લાવે છે તે તો 15 ઓગસ્ટે જ ખબર પડશે.

કેવું હશે આગામી સ્કૂટર?

જો સમાચારનું માનીએ તો ઓલાનું આગામી સ્કૂટર OLA S1 Pro કરતા ઓછી પાવરફૂલ ઇલેક્ટ્રિક મોટર અને નાની બેટરી પેક સાથે જોવા મળી શકે છે. કંપની નવા સ્કૂટરની કિંમત OLA S1 Pro કરતા ઓછી રાખી શકે છે. OLA S1 Pro માં 3.97 kWh નો બેટરી પેક મળી રહ્યું છે.

કંપનીનો દાવો છે કે આ બેટરીના આધારે સ્કૂટરને એક વાર ચાર્જ કરીને 181 કિમી સુધી ચલાવી શકાય છે. OLA S1 Proની ટોપ સ્પીડ 115 kmph છે. Ola S1 STD ની કિંમત 99,999 રૂપિયા છે અને Ola S1 Pro ની કિંમત 1,39,999 રૂપિયા છે.