4.50 લાખથી 2.33 કરોડ રૂપિયાની કિંમતની આ 18 ઇલેક્ટ્રિક કાર ભારતમાં થઈ ચુકી છે લોન્ચ, જાણો તમામ કાર વિશે

4.50 લાખથી 2.33 કરોડ રૂપિયાની કિંમતની આ 18 ઇલેક્ટ્રિક કાર ભારતમાં થઈ ચુકી છે લોન્ચ, જાણો તમામ કાર વિશે

4.50 લાખથી 2.33 કરોડ રૂપિયાની કિંમતની આ 18 ઇલેક્ટ્રિક કાર ભારતમાં થઈ ચુકી છે લોન્ચ, જાણો તમામ કાર વિશે

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ઈલેક્ટ્રિક કારના લિસ્ટમાં Tata ની Tigor EV, Nexon EV, Kia EV6 અને BMW i4 જેવા નામો સામેલ છે. ભારતમાં ઇલેક્ટ્રિક કાર વેચતી કંપનીઓમાં Tata, Kia, BMW, MGનો સમાવેશ થાય છે.

 ટાટા ટિગોર ઇ.વી

 Tata EV કાર Tigorની એક્સ-શોરૂમ કિંમત 12.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આમાં કંપનીએ 26 kWhની બેટરી લગાવી છે. આ કાર સિંગલ ચાર્જમાં 306 કિમીની મુસાફરી કરે છે.

 કિયા EV6

Kiaએ હાલમાં જ તેની EV6 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 59.95 લાખ રૂપિયા છે. કંપનીએ આ કારમાં 77.4 kW બેટરી લગાવી છે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિમીની મુસાફરી કરે છે.

BMW i4

પ્રીમિયમ કાર મેન્યુફેક્ચરર કંપની BMW એ તેની i4 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 69.9 લાખ રૂપિયા છે. કંપનીએ આ કારમાં 83.9 kWનું બેટરી પેક લગાવ્યું છે. એક જ ચાર્જમાં આ કાર 493 કિમીની મુસાફરી કરે છે. આ કારની ટોપ સ્પીડ 190 kmph છે.

  Tata Nexon EV Max

ટાટાની સૌથી વધુ વેચાતી કાર Nexon EV છે. આ કારમાં બેટરીની કેપેસિટી 40.5kWh છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 437 કિમી ચાલે છે. કારમાં 350 લિટરની બૂટ સ્પેસ છે.

 MG ZS EV

MGએ ભારતમાં તેની ZS ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 21.99 લાખ રૂપિયા છે. 50.3 kWh બેટરી પેક સાથે કાર સિંગલ ચાર્જ પર 461 કિમીની રેન્જ ધરાવે છે. તે માત્ર ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આવે છે.

મીની કૂપર SE

 મિનીની ઈલેક્ટ્રિક Mini Cooper SE ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 50.90 લાખ રૂપિયા છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 270 કિમી ચાલે છે. કારમાં 211 લીટરની બૂટ સ્પેસ છે. આ કાર તમને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જ મળશે.

 BMW iX

 BMWની વધુ એક ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં આવી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 1.15 કરોડ રૂપિયા છે. કંપનીએ આ કારમાં 71kWhનું બેટરી પેક લગાવ્યું છે. સિંગલ ચાર્જિંગ પર આ કારની રેન્જ 372 કિમી છે. આ કારની ટોપ સ્પીડ 200 kmph છે. જે ઇલેક્ટ્રિક કારના લિસ્ટમાં સૌથી વધુ છે.

 પોર્શ Taycan

 પોર્શે વિશ્વમાં તેની પ્રીમિયમ કાર માટે જાણીતી છે. પોર્શે પોતાની ઇલેક્ટ્રિક કાર Taycan લોન્ચ કરી છે. આ કારની રેન્જ 395 કિમી છે. આ કારની ટોપ સ્પીડ 230 kmph છે.

 BYD E6

આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂ.29.15 લાખથી શરૂ થાય છે. આ કારમાં 71.7 kWhની બેટરી પેક છે. સિંગલ ચાર્જિંગમાં આ કાર 415 કિમી સુધી ચાલી શકે છે.

 ઓડી ઇ-ટ્રોન જીટી

 અન્ય મોટી પ્રીમિયમ બ્રાન્ડ્સની જેમ ઓડીએ પણ તેની ઇ-ટ્રોન જીટી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 1.65 કરોડ રૂપિયા છે. આ કારમાં 93.4kWhની બેટરી પેક છે. સિંગલ ચાર્જિંગમાં આ કાર 388 કિમી સુધી ચાલી શકે છે. આ કારની ટોપ સ્પીડ 245 kmph છે.

ઓડી આરએસ ઇ-ટ્રોન જીટી

 આ ઓડીની બીજી ઇલેક્ટ્રિક કાર છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 1.89 કરોડ રૂપિયા છે. કંપનીએ તેમાં 93.4 kWh બેટરી પેક લગાવ્યું છે. આ કારની ટોપ સ્પીડ 250 kmph છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 401 કિમીની મુસાફરી કરી શકે છે.

 ઓડી ઈ-ટ્રોન

ઓડીની આ ત્રીજી ઇલેક્ટ્રિક કાર છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 1.01 કરોડ રૂપિયા છે. તેમાં 71 kWhની બેટરી પેક છે. આ કાર સિંગલ ચાર્જિંગ પર 359 કિમીની મુસાફરી કરી શકે છે. તેની ટોપ સ્પીડ 190 kmph છે.

 જગુઆર આઈ-પેસ

 જગુઆરે પણ ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ કારમાં 90 kWh પાવરનું બેટરી પેક લગાવવામાં આવ્યું છે. આ કાર 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

 સ્ટ્રોમ મોટર્સ R3

 તે ઇલેક્ટ્રિક રેન્જની સૌથી નાની કાર છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 4.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કાર સિંગલ ચાર્જિંગમાં 200 કિમી ચાલી શકે છે. આ કાર 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ કારને ફુલ ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે.

 મર્સિડીઝ બેન્ઝ EQC

 આ મર્સિડીઝ ઇલેક્ટ્રિક કારની કિંમત 99.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. મર્સિડીઝે આ કારમાં 20.8-19.7 kWhનો બેટરી પેક લગાવ્યું છે. સિંગલ ચાર્જિંગમાં આ કારની રેન્જ 455-471 કિમી છે. આ કાર ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં મળે છે.

 Tata Nexon EV

 Tata ની Nexon EV ભારતમાં લોન્ચ થનારી પહેલી કાર છે. આ કારને 60 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ કાર 312 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. કારમાં 350 લિટરની બૂટ સ્પેસ છે.

 હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક

 કંપનીના પોર્ટફોલિયોમાં Hyundaiની Kona એકમાત્ર ઇલેક્ટ્રિક કાર છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 23.84 લાખ રૂપિયા છે. આ કારમાં 39.2 kWhની કેપેસિટીવાળી બેટરી છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં મળતી આ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક કાર છે.

 મહિન્દ્રા ઇ વેરિટો

 મહિન્દ્રાની ઈલેક્ટ્રિક કાર E Verito સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર છે. આ કાર ફાસ્ટ ચાર્જિંગ દ્વારા 1.30 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. કંપનીએ આ કારમાં 510 લીટરની બૂટ સ્પેસ આપી છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી આ કાર સિંગલ ચાર્જ પર 110 કિમી સુધી ચાલી શકે છે.