વેપારીઓ કરે છે લોકોના આરોગ્ય સાથે ચેડાં: રાજકોટમાંથી પકડાયું ૪ હજાર લિટરનું નકલી દૂધ

વેપારીઓ કરે છે લોકોના આરોગ્ય સાથે ચેડાં: રાજકોટમાંથી પકડાયું ૪ હજાર લિટરનું નકલી દૂધ

વેપારીઓ કરે છે લોકોના આરોગ્ય સાથે ચેડાં: રાજકોટમાંથી પકડાયું ૪ હજાર લિટરનું નકલી દૂધ

સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ ભેળસેળ કરે છે. ખાણી પીણીમાં ભેળસેળ કરવા સાથે હવે વેપારીઓએ દૂધને પણ નથી મૂક્યું. રાજકોટમાંથી આજે પોલીસે ૪ હજાર લિટર જેટલું ભેળસેળ વાળું નકલી દૂધ પકડ્યું. મળતી વિગત અનુસાર રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ૪૦૦૦ લિટર ભેળસેળીયુ અખાદ્ય દૂધ ભરેલા ટેન્કર સાથે વંથલી પંથકના બે શખ્સને દબોચી લેવાયા છે. જન્માષ્ટમી વર્ષ દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને દૂધની બનાવટ તથા મીઠાઇઓમાં ભેળસળ ન થાય તે જોવાનું કામ આરોગ્યને લગતાં જે તે વિભાગોનું હોય છે. પરંતુ પોલીસ સમયાંતરે આવી પ્રવૃતિ ઉઘાડી પાડી ભેળસેળીયાઓને દબોચી લે છે. એલસીબી ઝોન-૧ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલ નજીક વોચ રાખી ટેન્કર અટકાવી તલાસી લેતાં અંદર ૪૦૦૦ લિટર દૂધ હોવાનું માલુમ પડયું હતું. આ દૂધ બનાવટી ભેળસેળીયું હોવાની માહિતી હોઇ પોલીસે મનપાની આરોગ્ય શાખાને જાણ કરતાં અધિકારીની ટીમે પહોંચી તપાસ કરતાં દૂધ અખાદ્ય હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપતાં પોલીસે રૂા.૧,૮૦,૦૦૦નું દૂધ તથા પાંચ લાખનું ટેન્કર મળી રૂા. ૬,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટેન્કરમાં બે શખ્સો બેઠા હોઇ તેની પુછતાછ કરતાં પોતાના નામ સાજણ કરમટા અને જીગર ગમારા જણાવ્યા હતાં. આ બંને શખ્સોએ પ્રાથમિક પુછતાછમાં દૂધમાં પાવડર, ઓઇલ સહિતની ચીજવસ્તુ ભેળવતાં હોવાનું અને ગાંધીનગરના દહેગામની ડેરી ખાતે આ ભેળસેળીયુ, બનાવટી દૂધ આપવા માટે જઇ રહ્યાનું રટણ કર્યુ હતું. તેમજ ત્યાંથી ઓર્ડર મળે એ પ્રમાણે ત્રણ-ચાર દિવસે આવા દૂધનો ફેરો કરતાં હોવાનું પણ કબૂલ્યું હતું.