થઈ જાઓ તૈયાર! Vivoનો બજેટ સ્માર્ટ ફોન હવે બજારમાં સેલ માટે થઈ ગયો છે હાજર, જાણો કિંમત અને ફિચર્સ

થઈ જાઓ તૈયાર! Vivoનો બજેટ સ્માર્ટ ફોન હવે બજારમાં સેલ માટે થઈ ગયો છે હાજર, જાણો કિંમત અને ફિચર્સ

થઈ જાઓ તૈયાર! Vivoનો બજેટ સ્માર્ટ ફોન હવે બજારમાં સેલ માટે થઈ ગયો છે હાજર, જાણો કિંમત અને ફિચર્સ

Vivo T1x નો પહેલો સેલ શરૂ થઈ ગયો છે. આ હેન્ડસેટ ગયા અઠવાડિયે દેશમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Vivoનો આ લેટેસ્ટ ટી-સિરીઝ સ્માર્ટફોન Qualcomm Snapdragon 680 પ્રોસેસર સાથે આવે છે. તે 50MP પ્રાઈમરી કેમેરા સાથે આવે છે.

Vivo T1xની અન્ય સ્પેશિફિકેશન વિશે વાત કરીએ તો તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. આ ડિવાઈસ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. અહીં અમે Vivo T1x ની કિંમત અને લોન્ચ ઓફર વિશે માહિતી આપી રહ્યા છીએ.

Vivo T1x સેલ અને લોન્ચ ઓફર

Vivo T1x ફક્ત Flipkart અને Vivo ઓનલાઇન સ્ટોર દ્વારા વેચવામાં આવશે. લોન્ચ ઓફર તરીકે, કંપની HDFC બેંક કાર્ડ યુઝર્સને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

Vivo T1x કિંમત

Vivo T1x ત્રણ સ્ટોરેજ કન્ફિગરેશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેના બેઝ મોડલમાં 4GB રેમ સાથે 64GB સ્ટોરેજ છે. તેના બીજા મોડલમાં 4GB રેમ સાથે 128GB સ્ટોરેજ અને ટોપના મોડલમાં 6GB RAM સાથે 128GB ઇન્ટરનલ મેમરી છે.

તેના બેઝ મોડલની કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે. તેનું 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 12,999 રૂપિયામાં અને ટોપ મોડલ 14,999 રૂપિયામાં વેચવામાં આવશે.

Vivo T1x ના ફિચર્સ અને સ્પેશિફિકેશન

Vivo T1x પાસે 6.58-ઇંચની ફુલ HD + LCD સ્ક્રીન છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 24081080 છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ અને વોટરડ્રોપ નોચ છે. આ Vivo સ્માર્ટફોનમાં 6GB સુધીની રેમ સાથે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર છે.

સિસ્ટમની ચિપ Adreno 610 GPU અને 128GB સુધીની સ્ટોરેજ સાથે આવે છે. Vivo T1xના બેક સાઇડમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. તેની સાથે 2-મેગાપિક્સલ મેક્રો શૂટર છે. સેલ્ફી અને વિડિયો કોલ માટે તેના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Vivo T1xમાં 5000mAh બેટરી 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ ફોન સ્પેસ બ્લુ અને ગ્રેવીટી બ્લેક કલર ઓપ્શનમાં આવી રહ્યો છે.