7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત, જાણો નવી ટેક્સ વ્યવસ્થા વિશે બધું જ

બજેટ 2024: વર્ષ 2020માં સરકારે એક નવો ટેક્સ સ્લેબ રજૂ કર્યો, જે મોટાભાગના ઇનકમ ટેક્સપેયર્સને પસંદ ન આવ્યો. પછી ગયા વર્ષે તે જ બદલાઈ ગયું હતું. આ પહેલા 6 ટેક્સ સ્લેબ હતા, જેને બદલીને 5 કરી દેવામાં આવ્યા છે.

7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત, જાણો નવી ટેક્સ વ્યવસ્થા વિશે બધું જ

સામાન્ય બજેટ (બજેટ-2024) રજૂ થવામાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે. મોટાભાગના નોકરિયાત લોકો સરકાર પાસેથી આવકવેરામાં છૂટની અપેક્ષા રાખે છે. જો કે, વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું હોવાથી, વધુ ફેરફારની અપેક્ષા નથી. પરંતુ સામે લોકસભા ચૂંટણી પણ છે, જેના કારણે આવકવેરામાં રાહતની આશા રાખી શકાય છે.

વાસ્તવમાં ગત વર્ષે બજેટમાં કેન્દ્ર સરકારે ટેક્સ હોલ્ડર્સને મોટી રાહત આપી હતી. 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવામાં આવે. આ સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2023માં આવકવેરાનો નવો સ્લેબ રજૂ કર્યો હતો. આ રીતે હવે કરદાતાઓ પાસે બે વિકલ્પ છે - નવો ટેક્સ સ્લેબ અને જૂનો ટેક્સ સ્લેબ.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2020માં સરકારે એક નવો ટેક્સ સ્લેબ રજૂ કર્યો હતો, જે મોટાભાગના ઇનકમ ટેક્સપેયર્સને પસંદ આવ્યો ન હતો. પછી ગયા વર્ષે તે જ બદલાઈ ગયું હતું. આ પહેલા 6 ટેક્સ સ્લેબ હતા, જેને બદલીને 5 કરી દેવામાં આવ્યા છે. તેમજ 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવામાં આવે. નવી કર વ્યવસ્થા હેઠળ, મૂળભૂત મુક્તિ મર્યાદા પણ વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

બજેટ 2023-24માં રજૂ કરવામાં આવેલ નવો ટેક્સ સ્લેબ આ મુજબ છે-

0 થી 3 લાખ 0 ટકા, 3 થી 6 લાખ પર 5 ટકા, 6 થી 9 લાખ પર 10 ટકા, 9 થી 12 લાખ પર 15 ટકા, 12 થી 15 લાખ પર 20 ટકા, 15 લાખથી વધુ પર 30 ટકા

જૂની આવકવેરા વ્યવસ્થા 2.5 લાખ સુધી- 0 ટકા 2.5 લાખથી
5 લાખ સુધી- 5 ટકા 5 લાખથી 10 લાખ- 20 ટકા 10 લાખથી વધુ- 30 ટકા

સાથે જ જૂના ટેક્સ સ્લેબમાં 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી, જેમાં આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયાના રોકાણ પર પણ ટેક્સ છૂટ મળે છે. એટલે કે આ ટેક્સ સ્લેબમાં કરદાતાને 6.50 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નથી લાગતો. જૂના ટેક્સ સ્લેબ મુજબ 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે, પરંતુ સરકાર તેના પર 12,500 રૂપિયાની છૂટ આપે છે. સરળ ગણિત એ છે કે જૂના ટેક્સ સ્લેબમાં તમારે 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડતો નથી.

જો તમે આવકવેરાના નિયમોની વાત કરો છો, તો તે મુજબ જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધીની છે, તો તમારો ટેક્સ 12,500 રૂપિયા થઈ જાય છે, પરંતુ કલમ 87એ હેઠળ રિબેટ મળવાને કારણે 5 લાખના સ્લેબમાં આવકવેરાની ચુકવણીનો દાવો શૂન્ય થઈ જાય છે.

નોંધપાત્ર વાત એ છે કે સરકાર ટેક્સમાંથી સૌથી મોટી આવક મેળવે છે, પરંતુ ટેક્સ લાદવાની સાથે સાથે સરકાર નાગરિકોને સંપૂર્ણ સુવિધા પણ આપે છે કે તેઓ કાનૂની પદ્ધતિઓનો ઉપયોગ કરીને પોતાનો ટેક્સ બચાવી શકે છે. આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ, તમે દોઢ લાખનું રોકાણ કરીને તમારો ટેક્સ બચાવી શકો છો.જો તમે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં 50,000 સુધીનું અલગથી રોકાણ કરો છો, તો કલમ 80સીસીડી હેઠળ તમને આવકવેરામાં 50,000 રૂપિયાની વધારાની છૂટ મળે છે. આ ઉપરાંત 50,000 રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ નવી અને જૂની બંને કર વ્યવસ્થામાં આપવામાં આવ્યો છે.