તાપીને શત શત નમન : સુરતની જીવાદોરી “ સુર્યપુત્રી”ની સાલગીરીની ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી

તાપીને શત શત નમન : સુરતની જીવાદોરી “સુર્યપુત્રી”ની સાલગીરીની ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી

તાપીને શત શત નમન : સુરતની જીવાદોરી “ સુર્યપુત્રી”ની સાલગીરીની ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી

                   અષાઢ સુદ સાતમ એટલે સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ માં તાપીનો જન્મ દિવસ શહેરીજનોએ ખાસ પૂજા અર્ચના કરી ભકિત ભાવપૂર્ણ રીતે ઉજવ્યો હતો. રસપ્રદ વાત છે કે, તાપી એકમાત્ર એવી નદી છે જેનો જન્મદિવસ ખૂબ શ્રદ્ધાથી મનાવવામાં આવે છે. શહેરના ડંકા ઓવારા પાસે ભકિતભાવપૂર્ણ ઉજવણી થઈ હતી. જયારે જહાંગીરપરા ખાતે કુરૂક્ષેત્રધામના પુજય મોટા સુર્યોદય ઘાટેથી ખુબજ શ્રધ્ધા અને ભકિતભાવ સાથે ૮૯૯ મીટરની ચુંદણી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાકાર પ્રફુલ્લભાઈ શુકલ, રામમઢીના સંતરામબાપુ તથા હંસમુની બાપુ તથા કોર્પોરેટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.    ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી કે નર્મદા નદીના પાણીના સ્પર્શથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય તાપીના સ્મરણ માત્રથી મળે છે.   

                    મધ્યપ્રદેશનાં સાતપુડા પર્વતમાળામાંથી નીકળી સુરતના મેદાનો થઈ મહારાષ્ટ્ર અને ગુજરાતની સાતપુરા ટેકરીઓ થકી ખાનદેશના ઉચ્ચપ્રદેશમાં વહી અંતે અરબી સમુદ્રમાં ભળી જાય છે. તાપી નદી તરીકે ઓળખાતી તાપી લગભગ ૭૨૪ કી.મીની લંબાઈ અને ૩૦,૦૦૦ ચો.કિ.મી.માં ફેલાયેલી એકમાત્ર પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદી છે.