ટ્વિટરે એક જ ઝાટકે 30% કર્મચારીઓની છટણી કરી, આ છે તેની પાછળનું કારણ

ટ્વિટરે એક જ ઝાટકે 30% કર્મચારીઓની છટણી કરી, આ છે તેની પાછળનું કારણ

                                 અત્યારે જાણે કે સમગ્ર વિશ્વમાં છટણીનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બાયજુ, અનએકેડમી, ઓલા બાદ હવે વધુ એક કંપનીએ કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. આ કોઇ સ્ટાર્ટઅપ નહીં પરંતુ સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વિટર જ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ટ્વિટરે તેની ટેલેન્ટ એક્વિઝિશન ટીમના 30 ટકા કર્મચારીઓની છટણી કરી છે. આ ટીમમાં એવા લોકો સામેલ હતા જેની કામગીરી નવા કર્મચારીઓની ભરતી કરવી તેમજ નવા લોકોને બોર્ડમાં લાવવાની હતી.

                                  ટ્વિટરે પોતે જ છટણીના આ સમાચારની પુષ્ટિ કરી છે.100 કર્મચારીઓએ નોકરી ગુમાવીએક રિપોર્ટ અનુસાર, ટ્વિટરે ટેલેન્ટ એક્વિઝિશન ટીમના કુલ 100 જેટલા કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. બીજી તરફ છટણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઇલોન મસ્ક દ્વારા એક નિવેદનમાં સંભવિત છટણીને લઇને જણાવવામાં આવ્યું હતું. ઇલોન મસ્કે છટણીના સંકેતો આપતા કહ્યું હતું કે, ટ્વિટર સ્વસ્થ હોય તે આવશ્યક છે. અગાઉ પણ ટ્વિટરે ખર્ચ પર કાપ મૂકવા માટે પણ નોકરી પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. તે સમયે, કંપની ઇલોન મસ્કના ટેકઓવરને અંતિમ સ્વરૂપ આપવા માટે સંઘર્ષ કરી રહી હતી. હજુ પણ કેટલીક સમસ્યાઓને કારણે ઇલોન મસ્ક દ્વારા ટ્વિટરના ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ થઇ શકી નથી.જૂન મહિનામાં છટણીના સંકેતો અપાયા હતાવોલ સ્ટ્રીટે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ટ્વિટર ડીલ અત્યારે ગંભીર જોખમમાંથી પસાર થઇ રહી છે. એવું માનવામાં આવતું હતું કે ઇલોન મસ્કની ટીમ દ્વારા ફેરફાર અંગેનું નિવેદન ટૂંક સમયમાં જારી કરાશે. મસ્કે જૂનમાં ટ્વિટર કર્મચારીઓ સાથે તેમની પ્રથમ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે છટણીનો આડકતરો ઇશારો કરતા કંપનીને આર્થિક રીતે સ્વસ્થ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તે ઉપરાંત ખર્ચ પર કાપ મૂકવા પર પણ ભાર મૂક્યો હતો.