કોંગ્રેસ ની મહત્વની જાહેરાત : કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ૩ લાખ સુધીના તમામ દેવા માફ કરાશે

કોંગ્રેસ ની મહત્વની જાહેરાત : કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ૩ લાખ સુધીના તમામ દેવા માફ કરાશે

કોંગ્રેસ ની મહત્વની જાહેરાત : કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ૩ લાખ સુધીના તમામ દેવા માફ કરાશે

ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓઢકાતી સુરતની નગરી જ્યાં સુરત શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.અને જ્યાં આયોજિત પત્રકાર પરિષદમાં પૂર્વ મંત્રી ડૉ. તુષારભાઈ ચૌધરી અને  પ્રદેશ પ્રવક્તા એવા નૈષધભાઈ દેસાઈએ જણવ્યું હતું કે ૨૦૨૨ પછી બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂપિયા ૩ લાખ સુધીના તમામ દેવા માફ કરી ખેડૂતોને કરમુકત કરશે. તેવી જહેત કરવામાં આવી હતી 
 જ્યાં વધુ માં જણાવ્યું હતું કે ખેડૂતોને વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફી વિજળી તેમજ "સોલાર-વીન્ડમૉની ફાર્મીંગ" માટે માતબર સહાય કરાશે સાથે ખેત ઉત્પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણદિઠ રૂપિયા ૨૦ બોનસ આપશે. અને સરકારી માળખામાં ભાજપે સીધી ઘુષણખોરી કરીને ભાજપના નેતાઓ મલાઈ ખાઈ શકે તે માટે "મેન્ડેટ" પ્રથા દાખલ કરીને કાંધીયાઓને બેસાડીને C.R પાટીલના એકાધિકારવાદ માંથી સહકારી સંસ્થાઓ ને મુક્તિ અપાવશે અને તેમજ સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ૩૩% ભાર્ગીદારી કાયદા દ્વારા સુનિશ્ચિત કરશે જેવા વાયદા વચનો કરવામાં આવ્યા હતા