મોરબીમાં રઘુવંશી સમાજના લોકો માટે શ્રદ્ધાંજલિ સેવાનો પ્રારંભ, સેવાનો પ્રારંભ

મોરબીમાં રઘુવંશી સમાજના લોકો માટે શ્રદ્ધાંજલિ સેવાનો પ્રારંભ, સેવાનો પ્રારંભ

મોરબીમાં રઘુવંશી સમાજના લોકો માટે શ્રદ્ધાંજલિ સેવાનો પ્રારંભ, સેવાનો પ્રારંભ

મોરબીમાં રઘુવંશી સમાજના લોકો માટે શ્રદ્ધાંજલિ સેવાનો પ્રારંભમોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા સમાજના લોકોને મદદરૂપ થવાના આશયથી શ્રદ્ધાંજલિ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં વસવાટ કરતા રઘુવંશી સમાજમાં કોઈ પણના ઘરે તેમના સ્વજનોનું અવસાન થાય એ સમયે પરિવાર દુ:ખની ઘડીમાંથી પસાર થાય છે. આવા સમયે સર્વ સમાજ તેમના પડઘે ઉભો જ રહે છે પણ તેમના ઘરે આવેલા સ્નેહી, સ્વજનો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં કોઈ વાર અગવડ પણ પડે છે. આવા સમયે રઘુવંશી સમાજ તરફથી દિવંગતના પરિવારને મદદરૂપ થવાનો એક નાનકડો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.અચાનક આવી પડેલી આ વિપત્તિના સમયમાં સમાજના મોભી દુઃખને ઓછું તો નથી નથી કરી શકતા, પરંતુ જલારામ બાપા નો પ્રસાદ પહોચાડી સહભાગી થવાનો પ્રયાસ જરૂર કરી શકે છે. એ હેતુંથી સમાજના લોકો માટે 'શ્રદ્ધાંજલિ સેવા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં મોરબીમાં વસતા રઘવંશી સમાજના લોકો 9727499997, 9727499998 નંબર પર સંપર્ક કરીને સમય, સંખ્યા અને સ્થળની જાણ શકે છે. અને રઘુવંશી સમાજ દ્વારા તેમની જરૂરિયાત અનુસાર રોટલી-શાક, દાળ-ભાત, છાશ રોટલા-શાક, ખિચડી-કઢી, છાશ સહિતનો જલારામ બાપા તેમના ઘરે પહોંચાડવામાં આવશે