ખોવાય ગયુ છે આધાર કાર્ડ તો આવી રીતે ફટાફટ ડાઉનલોડ કરો E-Aadhaar, જાણો તેની સરળ પ્રોસેસ

ખોવાય ગયુ છે આધાર કાર્ડ તો આવી રીતે ફટાફટ ડાઉનલોડ કરો E-Aadhaar, જાણો તેની સરળ પ્રોસેસ

ખોવાય ગયુ છે આધાર કાર્ડ તો આવી રીતે ફટાફટ ડાઉનલોડ કરો E-Aadhaar, જાણો તેની સરળ પ્રોસેસ

ભારત સરકારે લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ (Aadhaar Card) ને જરૂરી બનાવી દીધું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દરેક કામમાં તેની જરૂર પડી રહી છે, આવી સ્થિતિમાં આપણી પાસે દરેક સમયે આધાર કાર્ડ હોવું જરૂરી છે. એવું ઘણી વખત જોવા મળ્યું છે કે આપણે આધાર કાર્ડ ઘરે ભૂલી જઈએ છીએ અથવા તે ક્યાંક ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં આપણને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે તે એક મહત્વપૂર્ણ આઈડી પ્રૂફ (ID Proof) છે. જો તમારું આધાર કાર્ડ પણ ક્યાંક ખોવાઈ ગયું છે, તો તમે માત્ર 10 મિનિટમાં ઈ-આધાર કાર્ડ (E-Aadhaar Card) મેળવી શકો છો.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તેના આધાર કાર્ડ ધારકોને તેની વેબસાઈટ પરથી આધાર કાર્ડ ડાઉનલોડ (Aadhaar Card Download) કરવાની મંજૂરી આપે છે. ચાલો જાણીએ કે કેવી રીતે માત્ર 10 મિનિટમાં ઈ-આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ (How to Download E-Aadhaar Card) કરી શકાય છે. 

આવી રીતે ડાઉનલોડ કરો ઈ-આધાર 

  • ઈ આધાર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા આધારની ઓફિશિયલ વેબસાઈટ https://eaadhaar.uidai.gov.in/  પર ક્લિક કરો
  • અહીં ‘Get Aadhaar’ ના ઓપ્શનની પસંદગી કરો
  • અહીં તમને ઉપરની બાજુ એક ઓપ્શન દેખાશે, જેમા તમારે 12 આંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે
  • એના સિવાય તમારે એનરોલમેન્ડ આઈડી આથવા વર્ચ્યુઅલ આઈડી પણ ફિલ કરી શકો છો
  • આધાર નંબર દાખલ કરવાની સાથે જ સિક્યોરિટી કોડ એનટર કરો
  • પછી Send OTP ઓપ્શન પર ક્લિક કરો
  • તમારે Registered No પર ઓટીપી આવશે, જેને વેબસાઈટ પર દાખલ કરો
  • પછી Verify and download ના વિકલ્પ પર ક્લિક કરો
  • તેના પછી આધાર કાર્ડની પીડીએફનો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરો
  • તેનાથી તમારા આધાર કાર્ડની ઈ કોપી સરળતાથી ડાઉનલોડ થઈ જશે


PVC આધાર કાર્ડ ઘરે મંગાવવાની રીત

  1. તેના માટે તમારે આધાર કાર્ડની વેબસાઈટ પર ક્લિક કરવાનું રહેશે
  2. પછી My Aadhaar Section પર જઈ Get Aadhaar ઓપ્શન પર ક્લિક કરો
  3. આગળ Order Aadhaar PVC Card પર ક્લિક કરો
  4. પછી આગળ આધાર નંબર દાખલ કરો
  5. પચી સેન્ડ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો અને પછી ઓટીપી દાખલ કરો
  6. બાદમાં આગળના પેજ પર પેમેન્ટ ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરો
  7. તેના પછી નેટ બેન્કિંગ માટે 50 રૂપિયા પેમેન્ટ કરો
  8. પછી તેની સૂચના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળી જશે
  9. પછી 6 થી 7 દિવસમાં તમારે એડ્રેસ પર PVC આધાર કાર્ડ પહોંચી જશે