રતનપુર લિફ્ટ એરિગેશન કેનાલની સફાઈ માટે તંત્ર જાગ્યું 25 વિઘામાં કરેલ ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો હતો, પાણીનો નિકાલ થતાં ખેડૂતોને રાહત

રતનપુર લિફ્ટ એરિગેશન કેનાલની સફાઈ માટે તંત્ર જાગ્યું 25 વિઘામાં ​​​​​​​કરેલ ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો હતો, પાણીનો નિકાલ થતાં ખેડૂતોને રાહત માતર તાલુકાના રતનપુર ગામે આવેલ લિફ્ટ એરિગેશન કેનાલ બે દિવસ પહેલા ઓવરફ્લો થઈ જતા આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. જેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. કેનાલમાં સમયસર યોગ્ય સાફસફાઈના અભાવે અને મેન્ટેનન્સના અભાવે કેનાલ ઓવરફ્લો થવા પામી હતી. કેનાલમાં કાયમી પાણી આવતું નથી, એમાં પણ છેલ્લા 10 વર્ષથી આ કેનાલ ખેડૂતોના કોઈ કામમાં આવતી નથી તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. પાણી નિકાલ માટેની આ કેનાલના પાણીનો શેઢી નદીમાં નિકાલ થાય છે. અને એમાં જ્યારે પાણી એકદમ સિંચાઈ વિભાગ દ્વારા છોડી દેવામાં આવતા ખેડૂતોનો પાક ડૂબી જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામે છે. જો કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા સમયસર સાફ -સફાઈ કરીને ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવે તો પાણી કેનાલમાં ન રહી તેનો આગળ નિકાલ થાય તેમ છે. બે દિવસ પહેલા સિંચાઇ વિભાગ દ્વારા રાતના સમયે એકાએક પાણી કેનાલમાં છોડી દેવામાં આવતા પાણી ઓવરફ્લો થઇને ખેડૂતોમાં ખેતરોમાં મોટા પ્રમાણમાં ભરાઈ જતા 25 વીઘા જેટલીમાં કરેલ ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઇ જવા પામી હતી. આ બાબતે ખેડૂતોએ મામલતદાર અને સિંચાઇ વિભાગને ગુરુવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સિંચાઇના અધિકારીઓ ઊંઘમાંથી ઊભા થયા હતા. અને શનિવારે તાબડતોબ જેસીબી મશીન દ્વારા કેનાલની સાફ -સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીનો નિકાલ કરવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.