ઉદ્યોગપતિએ 600 કરોડની સંપત્તિ દાનમાં આપી:અરવિંદ ગોયલે પોતાના માટે ફક્ત એક જ ઘર રાખ્યું

ઉદ્યોગપતિએ 600 કરોડની સંપત્તિ દાનમાં આપી:અરવિંદ ગોયલે પોતાના માટે ફક્ત એક જ ઘર રાખ્યું

ઉત્તરપ્રદેશના મુરાદાબાદના ઉદ્યોગપતિ ડૉ.અરવિંદ કુમાર ગોયલે તેમની તમામ સંપત્તિ ગરીબોને દાન કરી દીધી છે. દાન કરવામાં આવેલી આ સંપત્તિની કિંમત આશરે રૂપિયા 600 કરોડ જેટલી થાય છે. ગોયલે તેમની પાસે ફક્ત ઘર જ રાખ્યું છે. તેમણે 50 વર્ષની મહેનતથી આ સંપત્તિનું સર્જન કર્યું હતું.

રાજસ્થાનમાં પણ અનેક શાળા-કોલેજ

ડૉ.અરવિંદ ગોયલે 50 વર્ષના સખત પરિશ્રમથી અહીં સંપત્તિનું સર્જન કર્યું છે. મુરાદાબાદ ઉપરાંત પ્રદેશના અન્ય ભાગો તથા રાજસ્થાનમાં પણ તેઓ શાળા-કોલેજ તથા એન્જિનિયરિંગ કોલેજ ધરાવે છે. મુરાદાબાદની સિવિલ લાઈન્સના તેમને રહેઠાણ સિવાય તેમણે બાકીની તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે આ દાન સીધું રાજ્ય સરકારને આપ્યું છે, જેથી જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડી શકાય.