જેતપુર સ્વામિનારાયણ મંદિર તેમજ તમામ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી

જેતપુર સ્વામિનારાયણ મંદિર તેમજ તમામ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી

જેતપુર સ્વામિનારાયણ મંદિર તેમજ તમામ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી

જેતપુરમાં લોકો દેશભક્તિના રંગે રંગાયા, જેતપુર સ્વામિનારાયણ મદિર તેમજ તમામ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હજાર તિરંગા સાથે શહેરના મુખ્ય માર્ગ પર નીકળી તિરંગા યાત્રાઆઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદી માટે શહીદ થયેલા શહીદવીરોને યાદ કરીને સર્વને દેશ ભક્તિના રંગેથી રંગવાનો મહોત્સવ આ અમૃત મહોત્સવ પ્રસંગે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદી કા અમૃત મહોત્સવ', હર ઘર ત્રિરંગા'વિષે સુંદર સમજુતી આપીને ઘરે ઘરે ત્રિરંગો લહેરાવવો એવું આહ્વાન કર્યુ.આપણા મા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ત્રિરંગા યાત્રાઓ કાઢી ને ત્રિરંગાનું મહત્ત્વ બતાવ્યું. ત્રિરંગો એ દેશની આન-બાન-શાન છે આપણા દેશનું ગૌરવ છે. આ ગૌરવ વિશેષ ને વિશેષ જળવાય તેવા શુભ હેતુથી જેતપુર સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન દ્વારા આજ રોજ પ. પૂ. સદગુરુ નીલકંઠચરણદાસજી સ્વામીની માર્ગદર્શન હેઠળ તેમજ તમામ સંસ્થાઓ દ્ત યાત્રા' નગરપાલિકાથી પ્રસ્થાન થઈ મુખ્ય માર્ગ એમજી રોડ ઉપર પસાર થઈ હતી. આ યાત્રામા શહેરની તમામ જનતાએ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા તેમજ ફૂલવાળા કાસમભાઇએ નીકળેલી યાત્રામાં ફૂલોનો વરસાદ કર્યો હતોઆ તિરંગા યાત્રામાં શહેરના વેપારીઓ તેમજ લોકો, મહિલા મોટી સંખ્યામાં જોડાયા હતા નીકળેલી યાત્રામાં અંદાજે 2000 થી વધુ લોકો હાથમાં તિરંગા રાખી પગપાળા નીકળવામાં આવી હતી આ ત્રિરંગા યાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડીયા, મનસુખભાઇ ખાચરીયા, તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો તેમજ શહેરની વિવિ સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાવિક દેશપ્રેમી લોકોને ત્રિરંગાનું ગૌરવ વધારવા ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર જેતપુર દેશભક્તિના રંગે રંગાયું હતું