11GB સુધીની રેમ સાથે Tecno Spark 9 સેલ માટે ઉપલબ્ધ, કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી

11GB સુધીની રેમ સાથે Tecno Spark 9 સેલ માટે ઉપલબ્ધ, કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી

11GB સુધીની રેમ સાથે Tecno Spark 9 સેલ માટે ઉપલબ્ધ, કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી

એમેઝોન પ્રાઇમ ડે સેલ અત્યારે ચાલુ છે. આ સેલમાં Tecno Spark 9 સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીએ આ સેલમાં Tecno Camon 19 Neoને પણ સેલ માટે હાજર સ્ટોકમાં ઉપલબ્ધ કરાવ્યો છે.એમેઝોન પ્રાઇમ ડે સેલમાં સસ્તો Tecno Spark 9 પણ સેલ માટે આવી ગયો છે.. તેની કિંમત 10 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવી છે.

Tecno Spark 9 કિંમત અને સેલ

Tecno Spark 9 એકદમ બજેટ સ્માર્ટફોન છે. આ ફોનને તમે સેલમાં 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. Tecno Spark 9ના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટને 9,499 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે Tecno Spark 9નું 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ 8,499 રૂપિયામાં મળી રહ્યો છે.

એમેઝોન પ્રાઇમ ડે સેલ દરમિયાન આ સ્માર્ટફોન ખરીદવા માટે, તમારી પાસે તેનું સબ્સ્ક્રિપ્શન હોવું આવશ્યક છે. એટલે કે આ સેલ માત્ર પ્રાઇમ મેમ્બર માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનના સ્પેસિફિકેશન વિશે માહિતી નીચે આપવામાં આવી છે.

Tecno Spark 9 ના ફિચર્સ અને સ્પેશિફિકેશન

Tecno Spark 9માં 6.6-ઇંચની LCD HD+ સ્ક્રીન છે. તે વોટરડ્રોપ નોચ સાથે આવે છે. તેનું ડિસ્પ્લે 90Hz સુધીના રિફ્રેશ રેટ સાથે આવે છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં MediaTek Helio G37 ચિપસેટનો ઉપયોગ કર્યો છે. તેમાં 6GB રેમ છે. કંપનીએ આ ડિવાઈસમાં રેમ એક્સપાંશન ફીચર પણ આપ્યું છે. જેની મદદથી સ્માર્ટફોનની રેમ વર્ચ્યુઅલ રીતે 11GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના બેક સાઇડમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

તેનો પ્રાઇમરી કેમેરો 13-મેગાપિક્સલનો છે. તેની સાથે LED ફ્લેશ પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12-આધારિત HiOS UI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં 5,000mAh બેટરી અને પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.