નવા રૂલ્સ / હવે આવા હશે તમારી કારમાં ટાયરની ડિઝાઈન, આદેશ થયા જારી

નવા રૂલ્સ / હવે આવા હશે તમારી કારમાં ટાયરની ડિઝાઈન, આદેશ થયા જારી

                         દેશભરમાં રસ્તાઓ પર દોડતી કારના ખરાબ ટાયરના કારણે અકસ્માતો વધી રહ્યા છે. ટાયરની ડિઝાઈનને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. જે બાદ દેશમાં 1 ઓક્ટોબરથી નવી ડિઝાઈનના ટાયર મળવા લાગશે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલ, 2023થી દરેક વાહનમાં નવી ડિઝાઈનના ટાયર લગાવવા ફરજિયાત કરવામાં આવશે. સરકાર માર્ગ અકસ્માત ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને સરકારે કારના ટાયરની ડિઝાઇનમાં ફેરફાર કર્યા છે.શું છે મોટર વ્હીકલ એક્ટકેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યા છે, જેના હેઠળ ટાયરના સ્ટાર રેટિંગની ચકાસણી કરવાની સિસ્ટમ બનાવવામાં આવશે. હાલમાં દેશમાં ટાયરની ગુણવત્તા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ રૂલ્સ (BIS) પર આધારિત છે. ટાયર ખરીદતી વખતે ગ્રાહકોને ગુણવત્તાની માહિતી મળતી નથી. હવે આવી રેટિંગ સિસ્ટમ હશે, જેથી ગ્રાહક ટાયર ખરીદતા પહેલા જોઈ શકે.3 પ્રકારના હોય છે ટાયરવાહનોમાં સ્થાપિત ટાયર 3 કેટેગરી C1, C2 અને C3 છે. C1 કેટેગરી ટાયરના પેસેન્જર વ્હીકલમાં લગાવવામાં આવે છે. C2 કેટેગરીના ટાયરનો ઉપયોગ નાના કોમર્શિયલ વાહનોમાં થાય છે. જ્યારે C3 કેટેગરી હેવી કોમર્શિયલ વાહનોમાં લગાવવામાં આવે છે. સરકારે તેલના વપરાશ પ્રમાણે ટાયરના સ્ટાર રેટિંગની સિસ્ટમ બનાવી છે.આ બાબતોનું રાખો ખાસ ધ્યાનટાયર માટે મુખ્યત્વે 3 માપદંડ છે. રોલિંગ રેઝિડેન્ટ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશન્સ. આ 3 કેટેગરી હવે ઓટોમોટિવ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (AIS) સિસ્ટમના ધોરણો દ્વારા સંચાલિત થાય છે. ઉપરાંત નવા ડિઝાઇન કરેલા ટાયર વધુ સુરક્ષિત બનશે. રોલિંગ રેઝિસ્ટન્સ કારને પુલ કરનાર એનર્જીને કહેવામાં આવે છે.

                 જો ટાયરમાં રોલિંગ રેજિસ્ટન્ટ ઓછો હોય, તો કારને ખેંચવા માટે ટાયરને વધુ બળ લાગુ કરવાની જરૂર નથી. નવી ડિઝાઇનમાં કંપનીઓ ટાયરના રોલિંગ રેઝિસ્ટન્સને ઘટાડવા પર કામ કરશે. આ ફ્યૂલની વપરાશ ઘટાડે છે.વેટ ગ્રિપ પર થશે કામવરસાદમાં ભીના રસ્તાઓ પર વાહનોના ટાયર સ્લિપ થવા લાગે છે. જેના કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. નવી ડિઝાઇનમાં કંપનીઓએ વેઇટ ગ્રીપનું ધ્યાન રાખવું પડશે, જેથી ભીના રસ્તાઓ પર ટાયર લપસી ન જાય. ટાયર કંપનીઓને પણ રોલિંગ એમિશન્સ પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. વાહન ચલાવતા સમયે ઘણી વાર ટાયરમાંથી અવાજ આવે છે, જેના કારણે ડ્રાઇવરને લાગે છે કે ટાયર બગડી રહ્યું છે. સાથે જ અવાજ પણ બહુ આવે છે. કંપનીઓ અવાજ ઘટાડવા પર પણ કામ કરશે.ગ્રાહકોને થશે લાભટાયરોના નવા માપદંડથી ગ્રાહકોને ઘણા પ્રકારના ફાયદા થશે. સૌથી મોટો લાભ એ થશે કે વિદેશોમાંથી ખરાબ ક્વાલિટીના ટાયર ઇમ્પોર્ટ પર રોક લાગશે. ભારતમાં અત્યારે પણ ચીનમાંથી મોટા પાયે ટાયરો મંગાવવામાં આવે છે. ગ્રાહકોને તેનાથી બીજો ફાયદો એ થશે કે તેમને ટાયરની રેટિંગના આધારે તેની ક્વાલિટી ઓળખવામાં પણ સરળતા રહેશે.