દ્વારકામાં "જગતનાથ"ના જન્મોત્સવની જગતમંદિરમાં ધામધૂમથી ઉજવણી મોડી રાત ઉજવણી કરવામાં આવશે

દ્વારકામાં "જગતનાથ"ના જન્મોત્સવની જગતમંદિરમાં ધામધૂમથી ઉજવણી મોડી રાત ઉજવણી કરવામાં આવશે

દ્વારકામાં "જગતનાથ"ના જન્મોત્સવની જગતમંદિરમાં ધામધૂમથી ઉજવણી મોડી રાત ઉજવણી કરવામાં આવશે

ગુજરાતના પ્રખ્યાત જગતમંદિરે જગતનાથના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી અને મોડી રાત સુધી ઉજવવામાં આવશે અને આ ઉજવણીમાં દ્વારિકાનાથના મંદિરે દેશ તેમજ વિદેશથી ભક્તોની ભારે ભીડ જોવા મળશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સૌરાષ્ટ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. સૌરાષ્ટ્ર પંથક જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે થનગની રહ્યું છે.

વિશ્વને બોધ આપી સમગ્ર લોકોનું કલ્યાણ કરનાર જગતનાથના જન્મોત્સવની ઉજવણી માટે દ્વારિકા નગરી અને દ્વારિકા મંદિરમાં તડામાર તૈયારી થઇ રહી છે. કાલથી સૌરાષ્ટ્રમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એટલે જન્માષ્ટમીના તહેવારની શરૂઆત થઇ જશે. સૌરાષ્ટ્રવાસીઓ ઠેર ઠેર આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત પશ્ચિમ અરબી સમુદ્ર કિનારે આવેલા જગતમંદિરમાં શુક્રવાર અને શનિવારના અનેક કાર્યક્રમો દ્વારા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંદિર રત્ન પણ ખુલ્લું રાખવામાં આવશે.

સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના નામની મહામારીએ વિશ્વને ભરડો લીધો હતો અને તહેવારોની ઉજવણી જાણે બંધ થઇ ગઈ હતું. હવે જયારે બે વર્ષ બાદ કોરોનાના કેસો જયારે ઓછા છે અને બધી છૂટછાટ થઇ ગઈ છે ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં દ્વારકા જશે. પશ્ચિમ રેલવે દ્વારા પણ દ્વારકા માટે વિશેષ ટ્રેનો પણ દોડવામાં આવશે.

આવતીકાલથી સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારની શરૂઆત થશે અને લોકો સાતમ આઠમનો તહેવાર ઉત્સાહપૂર્વકે ઉજવણી કરશે. આગામી બે દિવસ તારીખ શુક્રવાર અને શનિવાર દ્વારકાધીશ મંદિરમાં કાનાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવ અંતર્ગત શુક્રવારે સવારે મંગળા આરતી દર્શન, સવારે શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન.સ્નાન ભોગ, શ્રુંગાર ભોગ, શૃંગાર આરતી, રાજભોગ દર્શન, ઉત્થાપન ભોગ, સંધ્યા ભોગ, સંધ્યા આરતી, રાત્રે શયન ભોગ અને શયન આરતીના દર્શન પછી રાત્રે શ્રીજી શયન અનોસાર રહેશે.

શુક્રવારે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી મોડી રાત્રે 2:30 કલાક સુધી ચાલશે. નોંધનીય છે કે કૃષ્ણ જન્મોત્સવ સમયે જ વર્ષમાં એક જ વખત રાત્રેના સમયે મંદિરને ખલ્લું રાખવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરે જય રણછોડ, માખણચોર, હાથી ઘોડા પાલખી જય કૈનૈયા લાલ કીના નાદ સાથે કાળીયાઠાકોરનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.