ભાવનગરમાં પાન-મસાલાની દુકાનમાં રોકડ અને મુદ્દામાલની ચોરી કરનારા ત્રણ તસ્કરો ઝડપાયા શેર ભાવનગર શહેરના રામમંત્ર મંદિર નજીક આવેલ રામનગર શોપિંગ સેન્ટરની જય ઝુલેલાલ પાન ટ્રેડર્સ નામની દુકાનના શટરના નકુચા

ભાવનગરમાં પાન-મસાલાની દુકાનમાં રોકડ અને મુદ્દામાલની ચોરી કરનારા ત્રણ તસ્કરો ઝડપાયા શેર ભાવનગર શહેરના રામમંત્ર મંદિર નજીક આવેલ રામનગર શોપિંગ સેન્ટરની જય ઝુલેલાલ પાન ટ્રેડર્સ નામની દુકાનના શટરના નકુચા તોડી પાન મસાલાનો માલ સામાન અને રોકડા રૂપિયાની ચોરી થઈ હતી. આ ચોરીને અંજામ આપનારા ત્રણ શખ્સોને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે લોકલ એલસીબીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ એલસીબીના સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, શહેરના જવેલ્સ સર્કલથી કાળીયાબીડ પાણીની ટાંકી રોડ ઉપર આવેલ બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલ પાસે રોડ ઉપર સફેદ કલરનાં મેજીક નંબર-Gj.7.yy 1313 માં ત્રણ શખ્સો અમુક સામાન ભરી કોઇ શંકાસ્પદ પ્રવૃતિઓ કરે છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી રેડ કરતા ભાવેશ ભીખુભાઇ શામોર, વિજયભાઇ ભગાભાઇ રાઠોડ, ત્રધત્વીક લાખાભાઇ બાંભણીયાને અટકાવી તલાસી લેતા અલગ-અલગ તમાકુ, પાન મસાલા, સીગારેટ, સોપારી વિગેરે ચીજવસ્તુઓ મળી કુલ રૂ.1,75,875, રોકડ રૂ.60,000, મોબાઇલ નંગ-3 કિ.રૂ.10,500, સફેદ કલરની ટાટા કંપનીની મેજીકની કિ.રૂ.2 લાખ મળી કુલ રૂ.4,46,875 નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી,