જૂનાગઢના વીલીગ્ડન ડેમમાંથી યુવાનને બચાવવા પોલીસે જાનની બાજી લગાવી દીધી

જૂનાગઢના વીલીગ્ડન ડેમમાંથી યુવાનને બચાવવા પોલીસે જાનની બાજી લગાવી દીધી

જૂનાગઢના વીલીગ્ડન ડેમમાંથી યુવાનને બચાવવા પોલીસે જાનની બાજી લગાવી દીધી

જુનાગઢના વીલીગ્ડન ડેમ પાસે કુંડીમાં ડૂબી રહેલ યુવાને બચાવવા ફરજ પરના પોલીસ કર્મચારીએ જાનનીબાજી લગાવી દીધી હતી પરંતુ કમનસીબે યુવાન ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું આ અંગે એલસીબી પીઆઇ એચ આઇ ભાટીએ જણાવ્યું હતું કે શહેરના સૈયદ વાળા વિસ્તારમાં રહેતો માહિર ખાન યુસુફ નામનો યુવાન રવિવારે વિલિંગન ડેમ પાસેની કુંડીમાં નાહવા પડ્યો હતો ત્યારે અચાનક ડૂબવા લાગ્યો હતો ત્યારે વિલીગન ડેમ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાન ભરતભાઈ ઓડેદરાએ પોતાના જીવની પરવા કર્યા વિના કૂદી અને યુવાનને બચાવવા ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ કમનસીબે એ યુવાન ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું આમ એક પોલીસ કર્મી એ અન્ય કર્મીઓ માટે પ્રેરણા રૂપ કામગીરી કરી હતી આમ પોલીસ જવાનની આ સરાહનીય કામગીરીના કારણે પોલીસના અધિકારીઓએ જીવની બાજી લગાવનાર પોલીસ કર્મી ભરતભાઈ ઓડેદરા ને અભિનંદન આપ્યા ભરતભાઈ ઓડેદરા જીવની પરવા કર્યા વગર યુવાનને બચાવવા માટે ઉંડા પાણીમાં અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ કમ નસીબે યુવક ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું