કચ્છની લાખણીયા નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને બચાવવા પહોંચી રેસ્ક્યુ ટીમ જાણો પછી શું થયું

કચ્છની લાખણીયા નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને બચાવવા પહોંચી રેસ્ક્યુ ટીમ જાણો પછી શું થયું

કચ્છની લાખણીયા નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને બચાવવા પહોંચી રેસ્ક્યુ ટીમ જાણો પછી શું થયું

ગુજરાતમાં વરસાદ આ વખતે વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન વધુ કરવામાં આવ્યા છે. ઘણા લોકો ફસાતા તેમને બચાવ ટીમ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. આજ રીતે કચ્છમાં નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને હેમખેમ રીતે બહાર લવાયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. નદીના વહેણમાં ફસાયેલા બે લોકોને મરીન કમાન્ડો, ગામ લોકો અને પોલીસે સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી હેમખેમ બહાર કાઢ્યા હતા.વરસાદના લીધે તેરા અને નેત્રા રોડ વચ્ચે આવેલી લાખણીયા નદી બંને કાંઠે વહી રહી છે. જિલ્લા વહીવટીતંત્રને બે લોકો ગાડી સાથે લાખણીયા નદીના વહેણમાં ફસાયા હોવાની રજૂઆત મળી હતી. પ્રાંત અધિકારીએ તાત્કાલિક સૂચના આપીને બચાવ માટે પોલીસ અને મરીન કમાન્ડોની ટીમને સ્થળ પર રવાના કરી હતી. પાણીના વહેણનું જોર વધારે હોવાથી ભારે જહેમત બાદ ગામ લોકો, પોલીસ અને મરીન કમાન્ડોના સંયુક્ત પ્રયાસોથી બંને લોકોને બચાવી લેવાયા હતા.આ રેસ્કયૂ વિશે પ્રાંત અધિકારીપ્રવીણસિંહ જૈતાવતે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ પોલીસ, મામલતદાર અને મરીન કમાન્ડોની ટીમને સૂચના આપીને તરત જ ટીમ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. પાણીનું તાણ વધારે હોવાથી મરીન કમાન્ડો સિવાય બેકઅપ તરીકે એનડીઆરએફ તેમજ બીએસએફની ટીમને પણ રવાના કરાઈ હતી. જોકે, મરીન કમાન્ડો, ગામ લોકો અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી આ બંને લોકોને સલામત રીતે બચાવી લેવાયા હતા.