કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ગુજરાતના નેતાઓની ચૂંટણી પહેલા PM સાથે મુલાકાત, મોટી જવાબદારી સોંપી શકે છે

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ગુજરાતના નેતાઓની ચૂંટણી પહેલા PM સાથે મુલાકાત, મોટી જવાબદારી સોંપી શકે છે

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ગુજરાતના નેતાઓની ચૂંટણી પહેલા PM સાથે મુલાકાત, મોટી જવાબદારી સોંપી શકે છે

ગુજરાત કોંગ્રેસમાંથી તાજેતરમાં જ રાજીનામું આપી ચૂકેલા પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીએ આજે પીએમ સાથે મુલાકાત કરી હતી. જેમની કેટલીક તસવીરો સામે આવી રહી છે. નરેશ રાવલ અને રાજૂ પરમારે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આકરા પ્રહારો પણ કોંગ્રેસ પાર્ટી પર કર્યા હતા ત્યારે રાજીનામું આપ્યા બાદ આ નેતાઓએ પીએમ સાથે મુલાકાત કરી હતી. બહું ઓછા નેતાઓ હોય છે કે, જેઓ રાજીનામું આપ્યા બાદ પીએમ સાથે મુંલાકાત કરતા હોય છે ત્યારે આ બન્ને નેતાઓની સૂચક મુલાકાત ઘણું સૂચવે છે.ગુજરાતમાં પૂર્વ મંત્રી તરીકેનો હોદ્દા પર નરેશ રાવલ રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કેન્દ્રના કેબિનેટ કક્ષાના હોદ્દા પર પણ રહી ચૂક્યા છે. તેઓ વિધીવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જો કે, રાજીનામું આપ્યા બાદ પીએમ સાથેની મુલાકાતની તસવીરો સામે આવતા એ વાત સ્પષ્ટ થાય છે કે, વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજેપી મોટી જવાબદારી આ નેતાઓને સોંપી શકે છે. દરેક નેતાની મુલાકાત થતી નથી ત્યારે આ બન્ને નેતાઓની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. નરેશ રાવલ બ્રહ્મ સમાજનું પ્રતિનિધીત્વ કરતા હતા અને તેઓ ઉત્તર ગુજરાતમાંથી આવે છે જ્યારે રાજુ પરમાર એસસી સમુદાયનું પ્રતિનિધીત્વ કરતા હતા. આ બન્ને નેતાઓ એક સમયે સારા એવા હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે. જેથી આ મામલે ચૂંટણી બાદ મોટી જવાબદારી સોંપાઈ પણ શકે છે.નરેશ રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડતા આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસમાં ક્યારેય કોઈ સુધારો નહીં આવે કેન્દ્રીય નેતૃત્વ સાથે કડવા અનુભવો મને સતત થતા રહ્યા છે જેથી સમય આવે ત્યારે કોંગ્રેસના અનેક પર્દાફાશ કરીશ તેમ તેમણે રાજીનામું આપ્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું. ટીમ વર્કનો અભાવ કોંગ્રેસમાં છે. કોંગ્રેસમાં કડવા અનુભવો મને થતા રહ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઘણા કોંગ્રેસના કાર્યકરો તેમજ કેટલાક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષ છોડી ચૂક્યા છે તો કેટલાક પક્ષ હજૂ પણ ચૂંટણી પહેલા છોડે તેવી શક્યતાઓ છે.