કામરેજના વાવમાં નિવૃત્ત આર્મીમેને પુત્ર પર કર્યું ફાયરિંગ, હાથમાં ગોળી વાગતા જીવ બચ્યો

કામરેજના વાવમાં નિવૃત્ત આર્મીમેને પુત્ર પર કર્યું ફાયરિંગ, હાથમાં ગોળી વાગતા જીવ બચ્યો

કામરેજના વાવમાં નિવૃત્ત આર્મીમેને પુત્ર પર કર્યું ફાયરિંગ, હાથમાં ગોળી વાગતા જીવ બચ્યો

બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં વાવ ગામની ચંદ્રદર્શન સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેને તેના 15 વર્ષીય પુત્ર અને પત્ની પર બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચક્કહર મચી ગઈ હતી. ફાયરિંગ દરમ્યાન એક ગોળી પુત્રના જમણા હાથના હાથના પંજામાં વાગી હતી. સૌપ્રથમ પુત્રએ પિતાને માથામાં વાયપર મારતા ગુસ્સામાં પિતાએ ગોળી ચલાવી દીધી હતી. પિતા પુત્ર બંનેને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના રહેવાસી અને હાલ કામરેજના વાવ ગામે આવેલી ચંદ્રદર્શન સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયા નિવૃત્ત આર્મીમેન છે અને હાલ સુરતમાં બોડીગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની સંગિતાબેન, પુત્ર પ્રિન્સ (ઉ.વર્ષ 15) અને પુત્રી જાસમીન(ઉ.વર્ષ 12) છે.

મંગળવારે રાત્રે ધર્મેન્દ્ર નોકરી પરથી આવી ઘરે બેઠા હતા તે સમયે તેમણે પુત્ર પ્રિન્સને તું મોબાઇલ ફોનનો વધારે ઉપયોગ કરે છે. ભણવામાં ધ્યાન આપતો નથી એવું કહેતા પત્ની સંગિતાએ પુત્રનો બચાવ કરતાં કહ્યું હતું કે ટી બરાબર અભ્યાસ કરે છે તમે દરરોજ શું કામ ટોક ટોક કરો છો? પિતા વારંવાર ઠપકો આપતા હોય પ્રિન્સે પપ્પા તમે મને દરરોજ ખીજવાયા કરો છો એમ કહી પોતું મારવાનું વાયપર પિતાના માથામાં મારી દીધું હતું. પિતા ધર્મેન્દ્રના માથામાંથી લોહી નીકળવા લગતા તેઓ ગુસ્સામાં આવી બેગમાંથી રિવોલ્વર કાઢી તમને બંનેને મારી નાખું છું એમ કહી એક રાઉન્ડ ફાયરિંગ કરતાં ગોળી કિચનમાં વાગી હતી. ત્યારબાદ્દ બીજું ફાયરિંગ કરતાં તેની ગોળી પ્રિન્સના જમણા હાથના પંજા પર વાગી હતી. ગોળીનો અવાજ સાંભળી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ધર્મેન્દ્રના હાથમાંથી રિવોલ્વર છીનવી લીધી હતી. દરમ્યાન પિતા પુત્ર બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટના અંગે સુનિતાએ કામરેજ પોલીસ મથકમાં પતિ ધર્મેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.