મારુતિ કાર મેળો- અલ્ટો, વેગનઆરથી લઈને સ્વિફ્ટ સુધી... આ વ્હીકલ પર ભારે ડિસ્કાઉન્ટ

મારુતિ કાર મેળો- અલ્ટો, વેગનઆરથી લઈને સ્વિફ્ટ સુધી... આ વ્હીકલ પર ભારે ડિસ્કાઉન્ટ

મારુતિ કાર મેળો- અલ્ટો, વેગનઆરથી લઈને સ્વિફ્ટ સુધી... આ વ્હીકલ પર ભારે ડિસ્કાઉન્ટ

કંપની સિલેક્ટેડ વ્હીકલ પર રૂપિયા 55,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની આ ઓફર ઓગસ્ટ મહિના માટે લાવી છે. આમાં મારુતિ અલ્ટો 800 થી મારુતિ સ્વિફ્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.મારુતિ અલ્ટો 800 એ ભારતમાં મારુતિની સૌથી સસ્તી કાર છે. કંપની આના પર 8000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત, ખરીદદારોને રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 4000ની ISL ઓફર સહિત વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જોકે, અલ્ટો 800ના CNG વેરિઅન્ટ પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું નથી.

કંપની મારુતિ સેલેરિયો પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. Celerio પર 10,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તેના પર એક્સચેન્જ ઓફર હેઠળ 15,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે, Celerioના CNG વેરિઅન્ટ પર કોઈપણ પ્રકારની ઓફર નથી.

મારુતિ S-Presso પર 35,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. કંપની દ્વારા રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ ઓફર કરવામાં આવી રહ્યું છે અને પસંદગીના વેરિઅન્ટ્સ પર રૂ. 4000 સુધીની ISL ઓફર આપવામાં આવી રહી છે. તે જ સમયે, STD અને L વેરિયન્ટ્સ પર માત્ર 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

10,000 રૂપિયાના રોકડ ડિસ્કાઉન્ટ સિવાય, કંપની મારુતિ સુઝુકી વેગનઆરના તમામ વેરિઅન્ટ્સ પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ ઓફર કરી રહી છે. આ સાથે 5000 રૂપિયાનું ISL ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જોકે, CNG વેરિઅન્ટ પર માત્ર 10,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ છે. બીજી તરફ, નવી મારુતિ સ્વિફ્ટ, તમે પસંદ કરેલ વેરિઅન્ટના આધારે મેક્સિમમ રૂપિયા 20,000નું રોકડ ડિસ્કાઉન્ટ મેળવી રહી છે.

મારુતિ ડિઝાયર માત્ર રૂ.5000ના રોકડ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તે જ સમયે, ખરીદદારોને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. આ સિવાય ISL પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. મારુતિ Eecoના તમામ વેરિઅન્ટ્સ પર 10,000 રોકડ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.