શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભક્તોનો ઘોડાપૂર : વહેલી સવારે શિવભક્તો પૂજા-અર્ચના કરવા માટે પહોંચી ગયા હતા

શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભક્તોનો ઘોડાપૂર : વહેલી સવારે શિવભક્તો પૂજા-અર્ચના કરવા માટે પહોંચી ગયા હતા

શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભક્તોનો ઘોડાપૂર : વહેલી સવારે શિવભક્તો પૂજા-અર્ચના કરવા માટે પહોંચી ગયા હતા

શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે પોરબંદરના શિવમંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારે શિવભક્તો પૂજા-અર્ચના કરવા માટે પહોંચી ગયા હતા. જ્યાં બિલીપત્ર, દૂધ, ફૂલ દ્વારા મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કેદારેશ્વર મંદિરે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યું હતું. મંદિરના ગર્ભગૃહથી નજીકથી લઇને બંગડી બજારના રોડ સુધી લાંબી કતારો જોવા મળી હતી. કેદારેશ્વર મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧પ દિવસથી અનોખા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાક્ષાત ભગવાન અમરનાથના દર્શનનો અનુભવ કરાવતા હોય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન અમરનાથના દર્શન માટે વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં હતા. તો બીજી તરફ પોરબંદરના ભાવેશ્વર મંદિરે પણ અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. તો શહેરના એચએમપી કોલોની સામે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે કૈલાશનાથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પણ દર્શનાર્થે શિવભક્તો મોડી સાંજે મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં હતા. મંદિરના પૂજારી આનંદભાઇ વ્યાસ દ્વારા આ દર્શનનું આયોજન કરવમાં આવ્યું હતું. તો પોરબંદર નજીકના કુછડી ખાતે પૌરાણિક ખીમેશ્વર મહાદેવ મંદિરે દિપમાળાના દર્શન યોજાયા હતા. તો પોરબંદરના ભાવસહજી હોસ્પિટલ સામે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરે રામેશ્વર મહાદેવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પણ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. શહેરના રાજાશાહી વખતના ભોજેશ્વર મહાદેવ મંદિરે પૂજારી ઉપેનભાઇ દ્વારા મહાદેવના જળાભિષેક તેમજ મહાદેવ પાણીની અંદર હોય તેવા દર્શનનું આયોજ કર્યું હતું. શહેરના ડ્રિમલેન્ડ સિનેમા નજીક આવેલ ધમેશ્વર મહાદેવ મંદિરે પૂજારી જીજ્ઞેશભાઇ દ્વારા જંગલની અંદર મહાદેવ ઉપર અભિષેક થતો હોય તેવા દર્શનનું આયોજન કર્યું હતું. ગોપનાથ મંદિરે અન્નકોટના ઔલોકીક શણગાર દર્શનનું આયોજા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોરબંદરના ચાડેશ્વર, હરિમંદિર, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ શણગાર દર્શન યોજાયા હતા.