જન્માષ્ટમી તહેવાર ઇફેક્ટ : રાજકોટથી ઉત્તર - દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ

જન્માષ્ટમી તહેવાર ઇફેક્ટ : રાજકોટથી ઉત્તર - દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ

જન્માષ્ટમી તહેવાર ઇફેક્ટ : રાજકોટથી ઉત્તર - દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ

સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું મહત્વ વધારે છે ત્યારે આ તહેવારમાં આવતી રજામાં લોકો વિવિધ સ્થળોએ ફરવા નીકળી જાય છે. રાજકોટના લોકો રાજાઓમાં ઉત્તર ભારત અથવા દક્ષિણ ભારત તરફ વધુ ફરવા માટે જતા હોય છે. જેમાં રાજકોટથી ઉપડતી તમામ ટ્રેનોમાં અત્યારે 100 થી 300નું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. આ ટ્રેનોમાં મોટા ભાગે ઉત્તર ભારત તરફની ટ્રેનો વધુ છે.રાજકોટના લોકો ખાસ કરીને મહાબળેશ્વર, વૈષ્ણવ દેવી, ગોવા તેમજ હરિદ્વાર તરફ જતા હોય છે. રાજકોટથી ઉપડતી જમ્મુતાવી, કોઇમ્બતુર, અર્નાકુલમ, ઓખા- હરિદ્વાર સહીતની તમામ ટ્રેનોમાં 100 થી 300નું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. રાજકોટથી ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ થઇ ગઈ છે અને વેઇટિંગ 100 સુધી ચાલી રહ્યું છે. દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં 150 થી 300નું વેઇટિંગ ચાલી રહ્યું છે.જન્માષ્ટમી તહેવારમાં છેલ્લા બે વર્ષ કરતા આ વર્ષે જુદા જુદા સ્થળોએ ફરવા લોકોની ભીડ જોવા મળશે. ફરવા લાયક સ્થળોએ હોટેલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ અત્યરથી જ હાઉસફુલ થઇ ગયા છે. સૌરાષ્ટ્રભર માંથી આ વખતે ગોવા મુંબઈ જવા માટે જુદી જુદી ટ્રેનોમાં કુલ 5 દિવસમાં 2400 જેટલું વેઇટિંગ છે. જયારે સૌથી ઓછું વેઇટિંગ વૈષ્ણ્વ દેવી ટ્રેનમાં 158નું છે. હરિદ્વાર જતી ટ્રેનમાં 400 કરતા પણ વધારેનું વેઇટિંગ છે.રાજકોટ ડિવિઝનની હાપા - મડગાંવ, જામનગર - તિરુવનલપુરમ, ઓખા - અર્નાકુલમ, સોમનાથ - જબલપુર એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર - જનતા, ઓખા - મુંબઈ, વેરાવળ - પુના, હમસફર એક્સપ્રેસ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ છે. ટ્રેનમા ત્રણ દિવસમાં 420નું વેઇટિંગ છે.