ડબલ એન્જીનની સરકારે લોકો માટે કામ કરવા પ્રયત્ન કર્યો અને પરિણામો પણ આપ્યા છે -CM

ડબલ એન્જીનની સરકારે લોકો માટે કામ કરવા પ્રયત્ન કર્યો અને પરિણામો પણ આપ્યા છે -CM

ડબલ એન્જીનની સરકારે લોકો માટે કામ કરવા પ્રયત્ન કર્યો અને પરિણામો પણ આપ્યા છે -CM

સમાચારોની દુનિયા વિશે વાત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણા પોતાના ઘરમાં પણ ખામીઓ શોધવા જઈએ તો મળે ત્યારે વ્યાપક પ્રમાણમાં થતા વિકાસ કાર્યોમાં પણ એવું બને. આવી સ્થિતિમાં હવે સકારાત્મક સમાચારો વધુ આવતા થયા છે એ આનંદની વાત છે. પહેલા ભારત માટે કહેવાતું હતું કે આ દેશનું શું થવાનું, પણ નરેન્દ્રભાઈની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે નવા ભારતની છબી બદલી નાંખી છે.

 

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે શિક્ષણ, કૃષિ, વીજ ઉત્પાદનમાં આપણે મજબૂતી મેળવી છે. લોકોએ અમને કામ કરવાનો મોકો આપ્યો, અમે પ્રયત્ન કર્યો અને પરિણામ પણ આપ્યું. નરેન્દ્રભાઇનો સંકલ્પ છે કે કોઈપણ યોજના સેચ્યુરેશન સુધી એટલે કે છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ. આજે એ સંકલ્પ સાકાર થતો દેખાય છે તે વાતનો આનંદ છે. તેમ એમણે જણાવ્યું.

ભૂતકાળની સપેક્ષમાં વર્તમાન વિકાસ તરફ નિર્દેશ કરતા તેમણે જણાવ્યું હતું કે, 2002 સુધી રાજ્યમાં MSME ઉદ્યોગોની સંખ્યા 2.75 લાખ હતી જે 2022માં વધીને 8.66 લાખ થઈ છે. ઉદ્યોગોનો વિકાસ એ સર્વગ્રાહી વિકાસની સાબિતી છે. આમ ઉદ્યોગ, કૃષિ અને સેવા ક્ષેત્રે અને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત અગ્રેસર છે. આજે સહુ ગુજરાતીઓ માને છે કે ખરા અર્થમાં વિકાસ થયો છે.

અમદાવાદમાં આયોજિત સમારોહમાં ઇન્ડસ્ટ્રીઝ, રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, સિક્યુરિટી, મેડિસિન, ગૃહઉદ્યોગ સહિત વિવિધ 29 કેટેગરીમાં 'The Pride of GUJRAT' એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદથી આજદિન સુધીની કામગીરીની પ્રશસ્તિ કરતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આજના એવોર્ડ સમારોહમાં વિશેષ આમંત્રિત તરીકે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે પણ હાજરી આપી હતી. આ ઉપરાંતએવોર્ડ વિજેતાઓના પરિવારજનો, રાજકીય આગેવાનો તેમજ ગુજરાતીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.