કુલદીપ અને ચહલ ભારત માટે હવે ક્યારેય એક સાથે રમતા જોવા નહી મળે, પૂર્વ ક્રિકેટરે જણાવ્યુ કારણ

કુલદીપ અને ચહલ ભારત માટે હવે ક્યારેય એક સાથે રમતા જોવા નહી મળે, પૂર્વ ક્રિકેટરે જણાવ્યુ કારણ

કુલદીપ અને ચહલ ભારત માટે હવે ક્યારેય એક સાથે રમતા જોવા નહી મળે, પૂર્વ ક્રિકેટરે જણાવ્યુ કારણ

કેટલાક સમય પહેલા સુધી ભારત માટે વ્હાઇટ બોલ ક્રિકેટમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડી કુલ્ચાના નામથી જાણીતી હતી. આ બે સ્પિનર્સને વ્હાઇટ બોલ ક્રિકેટની દરેક પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવતી હતી. જોકે, હવે વસ્તુ બદલાઇ ગઇ છે. આ પોપ્યુલર સ્પિન જોડીને હવે ફેન્સ એક સાથે ઓછા રમતા જોઇ શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે આ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા છે. સંજય માંજરેકરે જણાવ્યુ કે કેમ મેનેજમેન્ટ એક ટી-20 મેચમાં હવે આ જોડીને ઉતારી શકતુ નથી.સંજય માંજરેકરે કહ્યુ કે તે ચહલ અને કુલદીપ યાદવને એક સાથે રમતા નથી જોઇ રહ્યા. ઓછામાં ઓછી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં. માંજરેકરનું માનવુ છે કે અક્ષર પટેલ ચહલ સાથે રમશે અથવા પછી આર.અશ્વિન અને ચહલ રમશે. માંજરેકરે કહ્યુ કે એવી સંભાવના નથી કે ચહલ અને કુલદીપ યાદવને એક સાથે રમતા જોઇ શકાય છે, તેમણે કહ્યુ, મને નથી લાગતુ કે કુલદીપ અને ચહલનું સંયોજન ભારત માટે ફરી રમશે. ઓછામાં ઓછી ટી-20 ક્રિકેટમાં જ્યા ચહલ અને કુલદીપ યાદવ બન્ને એક સાથે બે સ્પિનરના રૂપમાં રમતા રહ્યા હોય.વન ડેમાં સાથે રમી શકે છે કુલ્ચાસંજય માંજરેકરે કહ્યુ, અક્ષર પટેલ અથવા ચહલ હશે અથવા અશ્વિન કે ચહલ રમશે. જો ચહલ અનફિટ છે તો તે કુલદીપ યાદવને કોઇ એક રમતમાં જુગારના રૂપમાં રમાડી શકે છે. હું ચહલ અને કુલદીપ યાદવને ફરી એક સાથે રમતા નથી જોતો. 50 ઓવરની ક્રિકેટમાં તે આવુ કરશે.ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) દિલ્હી ડેરડેવિલ્સ માટે કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, તેમણે 21 વિકેટ ઝડપી હતી. એવામાં કુલદીપ યાદવની દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વ્હાઇટ બોલની સીરિઝમાં ટીમમાં વાપસીની આશા કરવામાં આવતી હતી. જોકે, એક પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથમાં ઇજા થયા બાદ સ્પિનરને સીરિઝની બહાર કરી દેવામાં આવ્યો હતો.