કૉમનવેલ્થ ગેમ્સ ઓપનિંગ સેરેમનીમાં ભારતીયોનો જલવો, હવે મેદાનમાં જોવા મળશે જંગ

કૉમનવેલ્થ ગેમ્સ ઓપનિંગ સેરેમનીમાં ભારતીયોનો જલવો, હવે મેદાનમાં જોવા મળશે જંગ

કૉમનવેલ્થ ગેમ્સ ઓપનિંગ સેરેમનીમાં ભારતીયોનો જલવો, હવે મેદાનમાં જોવા મળશે જંગ

22મી કૉમનવેલ્થ ગેમ્સનો રંગારંગ પ્રારંભ થઇ ગયો છે. બર્મિઘહામના એલેકજેન્ડર સ્ટેડિયમમાં શાનદાર ઓપનિંગ સેરેમની યોજાઇ હતી, જેમાં ભારતીયોનો જલવો જોવા મળ્યો હતો. આ સેરેમનીમાં ભારતીય દળનું નેતૃત્વ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને મેન્સ હોકી કેપ્ટન મનપ્રીત સિંહે કર્યુ હતુ.બે વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પીવી સિંધુ સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધ્વજ વાહક રહી હતી. તે બાદ બીજા ધ્વજ વાહક ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મનપ્રીત સિંહ રહ્યો હતો. સિંધુ કોમનવેલ્થમાં પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચુકી છે.રોયલ નેવીએ ફરકાવ્યો કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજઓપનિંગ સેરેમનીમાં કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ રોયલ નેવીએ ફરકાવ્યો છે. હવે આ ઝંડો 11 દિવસ સુધી લહેરાશે. સેરેમનીમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના દળે એલેકજેન્ડર સ્ટેડિયમમાં માર્ચ પાસ્ટની શરૂઆત કરી છે, તે બાદ કુક આઇલેન્ડ્સ અને ફિઝીનો વારો આવ્યો હતો.નોબેલ એવોર્ડ વિજેતા મલાલા યૂસુફજઇ સ્ટેડિયમ પહોચી હતી. પાકિસ્તાનમાં ગોળી લાગ્યા બાદ મલાલાની સારવાર બર્મિઘહામમાં જ કરવામાં આવી હતી. એવામાં તેની માટે આ ઇમોશનલ ક્ષણ છે. યજમાન ઇંગ્લેન્ડની ટીમ માર્ચ પાસ્ટમાં અંતિમ નંબર પર ઉતરી હતી.8 ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સ રમાશેકોમનવેલ્થ ઓપનિંગ સેરેમનીને ઇંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સે સંબોધિત કરી હતી. આ સાથે જે ગેમ્સની પણ વિધિવત રીતે શરૂઆત થઇ ગઇ છે. હવે 11 દિવસ સુધી વિશ્વના 72 દેશના એથલીટ્સ પોતાનો જલવો બતાવતા જોવા મળશે. કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી રમાશે.નીરજ ચોપરા અને મેરીકૉમની ગેરહાજરીમાં આ વખતે કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને પીવી સિંધુ, મીરાબાઇ ચાનૂ, રવિ દહિયા, નિકહત જરીન, મનિકા બત્રા સહિત અન્ય કેટલાક ખેલાડીઓ પાસે ગોલ્ડ મેડલની આશા છે.આ વિશાળ રમતનું આયોજન લગભગ 72 દેશના 5000 કરતા વધારે એથલીટ ભાગ લેવા માટે તૈયાર છે. ગત વખતે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા