ડુંગરાળ પ્રદેશના ખેતરોમાંથી ફળદ્રુપ માટીનું ધોવાણ અટકાવવા પાકાનાકા પ્રોજેક્ટ કારગત નીવડ્યો

ડુંગરાળ પ્રદેશના ખેતરોમાંથી ફળદ્રુપ માટીનું ધોવાણ અટકાવવા પાકાનાકા પ્રોજેક્ટ કારગત નીવડ્યો

ડુંગરાળ પ્રદેશના ખેતરોમાંથી ફળદ્રુપ માટીનું ધોવાણ અટકાવવા પાકાનાકા પ્રોજેક્ટ કારગત નીવડ્યો

ડુંગરાળ પ્રદેશ હોવાથી મોટેભાગના ખેતરો ડુંગરના પટમાં આવેલા છે તેમજ દરેક ખેતરો એક પછી એક ઊંચાનીચા છે. તેથી ભારે વરસાદ થતાં પાણીના વહેણમાં ખેતરોમાંથી ખેતીલાયક ફળદ્રુપ માટીનું બહોળા પ્રમાણમાં ધોવાણ થતું હોય છે. તેથી આ ખેતરોમાં ધોવાણને કારણે પાક લેવો મુશ્કેલ બનતા લોકોની એકમાત્ર આવકને ભારે ફટકો પડે છે. તેથી ગુજરાત સરકાર દ્વારા આ પરિસ્થિતિનો હંમેશા માટે ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) વોટરશેડ યોજના અંતર્ગત જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા ખેતરોની વચ્ચે પાકાનાકા પ્રોજેક્ટ અમલમાં લાવીને ખેતરોમાંથી ફળદ્રુપ માટીનું ધોવાણ અટકાવવાના શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કપરાડામાં મહદઅંશે પાકાનાકા પ્રોજેક્ટ જમીન ધોવાણ અટકાવવામાં કારગત નીવડ્યો છે. જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, વલસાડ અને અમલીકરણ સંસ્થા તરીકે દક્ષિણ વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે વર્ષ ૨૦૨૧-૨૨માં કપરાડા તાલુકાના છ ગામોમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) વોટરશેડ યોજના અંતર્ગત રૂ.૨૯.૪૮ લાખના ખર્ચે IWMP-15 માંડવા અને IWMP-16 કપરાડા પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૩૦૭ જેટલા પાકનાકા બાનાવવામાં આવ્યા હતા. જેમાં IWMP-15 માંડવા પ્રોજેક્ટ હેઠળ ચાંદવેગણ ગામમાં રૂ. ૨.૬૬ લાખના ૩૦, ઓઝરડા ગામમાં રૂ. ૪.૪૯ લાખના ૫૧ અને વેરી ભવાડા ગામમાં રૂ. ૩.૯૬ લાખના ખર્ચે ૪૫ જેટલા પાકાનાકા બનાવાયા છે. તેમજ IWMP-16 કપરાડા પ્રોજેક્ટ હેઠળ રોહિયાળ તલાટ ગામમાં રૂ.૨.૭૧ લાખના ૩૦, ખડકવાળ ગામમાં રૂ. ૬.૦૬૭ લાખના ૬૧ અને કપરાડા ગામમાં રૂ. ૯.૫૯૮ લાખના ખર્ચે ૯૦ જેટલા પાકાનાકા બનાવી ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકાવાઈ રહ્યું છે. પાકાનાકા પ્રોજેક્ટ પહેલા કપરાડા તાલુકાના ગ્રામવાસીઓ સ્થાનિક રીતે પ્થ્થરોની દીવાલ ઊભી કરી જમીન ધોવાણ અટકાવવા માટે પ્રયત્નો કરતા હતા. પરંતુ પથ્થરોની દીવાલ અમુક અંશ સુધી જ કારગત નીવડતી હતી. પાકા બંધારણના અભાવે આ દીવાલ ભારે વરસાદમાં ધોવાઇ જવાનો ભય રહેતો હતો જે સિમેન્ટ કોંક્રિટથી બનેલા પકનાકામાં આવો કોઈ ભય રહેતો નથી. પાકા બંધારણની મજબૂતાઈને કારણે પાકનાકા ભારેથી અતિભારે વરસાદના પાણીના વહેણમાં પણ ટકી રહે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે.