બારડોલીમાં મંદિર પણ સુરક્ષિત નથી : સિંગોદના ભવાની માતા મંદિરની દાનપેટી તોડી 4500ની ચોરી

બારડોલીમાં મંદિર પણ સુરક્ષિત નથી : સિંગોદના ભવાની માતા મંદિરની દાનપેટી તોડી 4500ની ચોરી

બારડોલીમાં મંદિર પણ સુરક્ષિત નથી : સિંગોદના ભવાની માતા મંદિરની દાનપેટી તોડી 4500ની ચોરી

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં તસ્કર રાજ યથાવત છે. ગત બુધવારના રોજ રાત્રિ દરમ્યાન તસ્કરોએ બારડોલી તાલુકાનાં સિંગોદ ગામે આવેલ ભવાની માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું. દાન પેટી તોડી તસ્કરો અંદરથી અંદાજિત 4500 રૂપિયા રોકડાની ચોરી કરી ગયા હતા. ઘટના અંગે બારડોલી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં સિંગોદ ગામે કડોદ મઢી રોડ પર ભવાની માતાનું મંદિર આવેલું છે. તસ્કરોએ માતાના મંદિરને પણ છોડ્યું ન હતું. ગત બુધવારની રાત્રિ દરમ્યાન તસ્કરો આ મંદિરને નિશાન બનાવ્યું હતું. અને મંદિરમાં લગાવેલ CCTV કૅમેરાને નુકસાન પહોંચડ્યા બાદ મંદિરમાં મુકેલ દાનપેટી તોડી નાખી હતી. તેમાંથી અંદાજિત 4500 રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરી ગયા હતા. સવારે જ્યારે મંદિરની સફાઈ કરતાં રમેશભાઈ ઈચ્છુંભાઈ રાઠોડ મંદિરે ગયા તો ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમણે મંદિરના વહીવટકર્તા પ્રકાશ રણછોડ પટેલને જાણ કરી હતી. તેમણે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.