આગ : બારડોલીમાં ઘરની બહાર મીટર પેટીમાં આગ લાગતાં મચી અફરાતફરી

આગ : બારડોલીમાં ઘરની બહાર મીટર પેટીમાં આગ લાગતાં મચી અફરાતફરી

આગ : બારડોલીમાં ઘરની બહાર મીટર પેટીમાં આગ લાગતાં મચી અફરાતફરી

બારડોલી : બારડોલીની નવદુર્ગા સોસાયટીમાં એક મકાનની બહાર લગાવેલી મીટર પેટીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગ અને વીજકંપનીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

નવદુર્ગા સોસાયટીમાં ડી - 59 નંબરના ઘરમાં રહેતા પરસોતમભાઈ પટેલના ઘરની બહાર મુકવામાં આવેલી મીટરપેટીમાં આગ લાગતા સોસાયટીના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા તાત્કાલિક ઘરના તમામ સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જોતજોતામાં ધડાકા સાથે આગ વધુ ફેલાતા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી આગ બૂઝવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આગ કાબૂમાં આવી જતાં મકાનમાં રહેતા પરિવાર અને સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.