તેજી / ગ્લોબલ માર્કેટમાં તેજીના કારણે શેર માર્કેટમાં ઉછાળો, સેંસેક્સમાં 500નો ઉછાળો

તેજી / ગ્લોબલ માર્કેટમાં તેજીના કારણે શેર માર્કેટમાં ઉછાળો, સેંસેક્સમાં 500નો ઉછાળો

તેજી / ગ્લોબલ માર્કેટમાં તેજીના કારણે શેર માર્કેટમાં ઉછાળો, સેંસેક્સમાં 500નો ઉછાળો

શેરબજારમાં આજે જોરદાર રફતાર જોવા મળી રહી છે અને સેન્સેક્સ નિફ્ટી ઉપરની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. આજે નિફ્ટીમાં 1 ટકાના જબરદસ્ત વધારા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.

ક્યા સ્તરે ખુલ્યો બજાર

BSE સેન્સેક્સ 503.16 પોઈન્ટ અથવા 0.86 ટકાના વધારા સાથે 59,320.45 પર ખુલ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટીએ 176.90 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાની મજબૂતાઈ સાથે 17,711.65 પર ટ્રેડિંગ શરૂ કર્યું છે.

નિફ્ટીની શું છે સ્થિતિ

કારોબારની શરૂઆતની 15 મિનિટમાં નિફ્ટી 17700 સુધી નીચે આવી ગયો છે. જોકે આ સમયે તેના 50માંથી 46 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. બાકીના 3 શેરો ઘટાડા પર છે અને એક શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે 411.10 પોઈન્ટના ઉછાળા સાથે 1.07 ટકાના વધારા સાથે 38,698 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સની તસવીર

નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ 1.93 ટકાનો ઉછાળો IT શેરોમાં છે. રિયલ્ટી શેર 1.15 ટકા અને બેન્ક-પીએસયુ બેન્ક 1.14 ટકા ઉપર છે. ઓઈલ એન્ડ ગેસ શેર અને ઓટો ફાર્મા પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

આજે લીલા નિશાનવાળા શેર

નિફ્ટીમાં આજના ક્લાઈમ્બર્સમાં ટેક મહિન્દ્રા 2.82 ટકા ઉપર છે. ઇન્ડસઇન્ડ બેન્ક 2.50 ટકા ઉપર છે. વિપ્રોમાં 2.23 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ICICI બેન્ક 1.94 ટકા મજબૂત છે અને TCS 1.84 ટકાની વૃદ્ધિ નોંધાવી રહી છે.

આજે લાલ નિશાનવાળી સ્થિતિ

ટાટા કન્ઝ્યુમર્સમાં લગભગ 1.9 ટકાનો ઘટાડો થયો છે. હિન્દાલ્કો 0.28 ટકા અને ટાટા સ્ટીલ 0.14 ટકા ડાઉન છે. એનટીપીસી પણ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યો છે.

પ્રી ઓપનમાં કેવુ રહ્યું બજાર

આજના ટ્રેડિંગ દિવસે સારી પ્રી-ઓપનિંગ જોવા મળી છે. SGX Nifty માં 195.50 પોઈન્ટ અથવા 1.11 ટકાનો ઉછાળો સાથે 17750ના લેવલે જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 206.81 પોઈન્ટના વધારા સાથે 59024 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 90.25 પોઈન્ટ વધીને 17623.10 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.