ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારમાં પડી શકે છે, ગઈ કાલે 49 તાલુકામાં વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારમાં પડી શકે છે, ગઈ કાલે 49 તાલુકામાં વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારમાં પડી શકે છે, ગઈ કાલે 49 તાલુકામાં વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં ગઈકાલથી વરસાદની ચોથી ઈનિંગ્સ શરુ થઈ છે. ગઈ કાલે 49 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો ત્યારે આજે પણ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જો કે, અત્યારે મધ્યમથી બારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યાર બાદ 8 ઓગષ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગઈ કાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.આ ઉપરાંત પાકિસ્તાનની દિશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાયું છે જેના કારણે ઉત્તર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહીતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બે દિવસ બાદ સાત ઓગસ્ટે જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડશે આ ઉપરાંત 8 અને 9 ઓગષ્ટના રોજ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ગઈ કાલે જુનાગઢ, સાપુતારા, અમદાવાદ, વડોદરા સહીતના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. એક સપ્તાહ બાદ ગુજરાતમાં વરસાદનું આગમાન થયું છે.ગુજરાતમાં અગાઉ પડેલા વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે તબાહી પણ જોવા મળી હતી જેમાં 8 જેટલા વિવિધ જિલ્લાઓમાં સર્વેની કામગિરી પણ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે જેથી ખેતી સર્વે બાદ સહાય પણ ચૂકવવામાં આવશે.