હવે કાર ચલાવવી થશે સસ્તી, મારુતિ બે નવા એન્જિન પર કરી રહી છે કામ, આવતા વર્ષે એક કાર કરશે લોન્ચ

હવે કાર ચલાવવી થશે સસ્તી, મારુતિ બે નવા એન્જિન પર કરી રહી છે કામ, આવતા વર્ષે એક કાર કરશે લોન્ચ

હવે કાર ચલાવવી થશે સસ્તી, મારુતિ બે નવા એન્જિન પર કરી રહી છે કામ, આવતા વર્ષે એક કાર કરશે લોન્ચ

કંપની આવતા વર્ષે એપ્રિલ સુધીમાં E20 એન્જિનને લોન્ચ કરશે. કંપની ટૂંક સમયમાં સરકારના લક્ષ્યાંકને પણ પૂર્ણ કરશે, જેનો ઉદ્દેશ્ય દેશમાં E20 ઇંધણને રજૂ કરવાનો છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી વર્ષે, કંપની E20 દ્વારા ચાલતું એન્જિન શરૂ કરશે. આ સાથે, કંપની 85 ટકા ઇથેનોલ પર ચાલતું એન્જિન વિકસાવવા પર કામ કરી રહી છે. હાલમાં ભારતમાં 10 થી 15 ટકા ઇથેનોલનો ઉપયોગ થાય છે. એન્જિનને તેના વોલ્યુમને 20-25 ટકા સુધી લાવવા માટે થોડો ફેરફાર કરવાની જરૂર પડશે.

મોટા ફેરફારની જરૂર છે

E85 જેવા હાઇ મિશ્રણો હાંસલ કરવા માટે, ઘણા બધા ફેરફારોની જરૂર પડશે. કોલ્ડ સ્ટાર્ટ કન્ડિશનને હેન્ડલ કરવા માટે વધુ રિસર્ચની જરૂરીયાત છે, જેમાં ECU, ઇન્જેક્શન તેમજ ઇગ્નીશન સિસ્ટમના મુખ્ય રિમેપિંગનો સમાવેશ થાય છે. મારુતિના સીટીઓ સીવી રમણના જણાવ્યા અનુસાર, E85 એન્જિન માત્ર BS4 પર જ કામ કરે છે, ભારત વિશ્વનો પહેલો દેશ હશે જ્યાં E85 એન્જિન BS6 પર કામ કરશે.

પેટ્રોલ ઉપરાંત મારુતિ બીજા ઘણા ફ્યુઅલ એન્જિન પર કામ કરી રહી છે. ઇથેનોલ ઉપરાંત, ઇલેક્ટ્રિક મોરચે પણ કંપનીની તૈયારીઓ પૂરજોશમાં છે. કંપનીનો દાવો છે કે તે 2025 સુધીમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરશે. આ સિવાય કંપનીના પોર્ટફોલિયોમાં પહેલાથી જ ઘણા બધા CNG મોડલ છે. આ સિવાય કંપની બાયો-સીએનજી મોડલ પર કામ કરી રહી છે.