ખેડ.. ખેડ.. વડાલી.. ભીલોડા.. હેડો..હેડો... વડાપ્રધાને સ્થાનિક લહેકામાં કહેલી સાંબરકાંઠાની વાત સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસવું ન રોકી શક્યા

ખેડ.. ખેડ.. વડાલી.. ભીલોડા.. હેડો..હેડો... વડાપ્રધાને સ્થાનિક લહેકામાં કહેલી સાંબરકાંઠાની વાત સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસવું ન રોકી શક્યા

ખેડ.. ખેડ.. વડાલી.. ભીલોડા.. હેડો..હેડો... વડાપ્રધાને સ્થાનિક લહેકામાં કહેલી સાંબરકાંઠાની વાત સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસવું ન રોકી શક્યા

સાબર ડેરીના વિસ્તાર અને ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન મોદીએ આ અદ્યતન ટેક્નોલોજીથી ક્ષેત્રનો વિકાસ થશે તેવી વાત કરીને અહીંના પશુપાલનોના સામર્થનની પ્રશંસા કરી છે. વડાપ્રધાન મોદીએ ભૂરાભાઈ પટેલને યાદ કરીને તેમના કારણે થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ સાબરકાંઠામાં પોતે પસાર કરેલા ભૂતકાળને યાદ કરીને કહ્યું કે આજે પણ બસ સ્ટેન્ડના એ અવાજો કાનમાં ગુંજી રહ્યા છે. તેમણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોનો પૂરજોશમાં વિકાસ થઈ રહ્યો હોવાની વાત પણ પોતાના ભાષણ દરમિયાન કરી છે. વડાપ્રધાન પોતાના ભાષણ દરમિયાન હિન્દી અને ગુજરાતી બન્ને ભાષાનો પ્રયોગ કર્યો હતો. આ દરમિયાન તેમણે સાબરકાંઠા સાથે જોડાયેલા પોતાના સંસ્મરણોને પણ યાદ કર્યા હતા. સાબરકાંઠામાં એવો કોઈ જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ના થયું હોય, સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે બધું, બસ સ્ટેશન પર ઉભા હોઈએ, એટલે ખેડ.. ખેડ.. વડાલી.. ભીલોડા.. હેડો..હેડો.. આ અવાજો સંભળાતા હોય છે, આજે પણ એ અવાજો કાનમાં ગૂંજવા લાગે છે. વડાપ્રધાને સ્થાનિક લહેકામાં કહેલી સાંબરકાંઠાની વાત સાંભળીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસવું રોકી શક્યા નહોતા. તેઓ વડાપ્રધાનનો સાબરકાંઠા સાથેનો સંબંધ અને તેમની સ્થાનિક લહેકામાં કહેલી વાત સાંભળીને હસી પડ્યા હતા. બે દાયકા પહેલા અહીં શું સ્થિતિ હતી તે તમે પણ જાણો છો અને મેં પણ જોયું છે, આજકાલ ગુજરાતના ઘણાં વિસ્તારમાં અતિવૃષ્ટિથી ઝઝૂમી રહ્યા છે. ગુજરાતમાં દૂષ્કાળના દિવસો જોયા હતા તેના કારણે મેં સંકલ્પ કર્યો હતો કે આ સ્થિતિને બદલવી છે, આ પછી નહેરોથી પાણી પહોંચાડાયું અને ખેતીની સાથે ડેરીનો પણ વિકાસ થયો. આ ડેરીની સાથે પશુપાલકોનો પણ વિકાસ થયો અને તેમને નવો વેગ મળ્યો છે. *'બહેનો પશુઓની સારવાર આયુર્વેદિક દવાઓથી કરે છે'* આજે બહેનોએ મને કહ્યું કે પશુ બીમાર હોય તેમને આયુર્વેદિક દવાથી તેમની સારવાર કરીએ છીએ. હું આ બદલ સાબર ડેરીનો આભાર માનવા માગું છું, કારણ કે તેમના કારણે જૂની પ્રથાને ફરી ઉજાગર કરવામાં મદદ મળી છે. આયુર્વેદિક દવાઓનો ફરીથી મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાની અને તેનાથી ફાયદા થતા હોવાની વાત પણ વડાપ્રધાને કરી હતી.