તહેવારો નિમિત્તે રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને 2.78 લાખ પાઉચ સીંગતેલ અને 11,500 ટન અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યના રેશનકાર્ડ ધારકોને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અંતર્ગત રાહત દરે તેલ અને ઘઉં ચોખા સહિતના અનાજનું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે અને તહેવારો નિમિત્તે નું વિતરણ પુરવઠા વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને ચાલુ વર્ષે સૌપ્રથમવાર સીંગતેલના ૧ લિટરના પાઉચ રૂ.100 ના ભાવે આપવામાં આવી રહ્યા છે રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને આ સીંગતેલના 2.78 લાખ પાઉચનું વિતરણ થનાર છે પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં રોજ 35 ટકા જેટલું વિતરણ શરૂ થઈ ગયું છે જ્યારે પ્રધાનમંત્રી યોજના લાભ ચોખાને રેગ્યુલર ઘઉં ચોખા નું વિતરણ પણ શરૂ થઈ ગયું છે ચાલુ માસ દરમિયાન રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને 11,500 ટન જેટલું અનાજ નું વિતરણ થનાર છે વધુમાં પુરવઠા નિગમના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પ્રધાનમંત્રી યોજના ના ઘઉં ચોખા નું અત્યાર સુધીમાં 52 ટકા વિતરણ થઇ ગયું છે જ્યારે રેગ્યુલર ચોખાનું 53ટકા વિતરણ થઇ ગયું છે વધુમાં પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન રેશનકાર્ડ ધારકોને સરળતાથી ખાદ્યતેલ અને અનાજ મળી રહે તે માટે રક્ષાબંધન અને 15 ઓગસ્ટની રજાઓ દરમિયાન પણ પુરવઠા નિગમના ગોડાઉનમાં તથા રેશનકાર્ડ ની દુકાનો ઉપર રાજકોટ શહેરમાં વિતરણ ચાલુ રહેશે