ખજોદગામમાં વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતા રાહતનો શ્વાસ

ખજોદગામમાં વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતા રાહતનો શ્વાસ

ખજોદગામમાં વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતા રાહતનો શ્વાસ

ખજોદગામમાં વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાતા રાહતનો શ્વાસસુરતના છેવાડાના વિસ્તાર ગણાતા ખજોદમાં શુક્રવારે સવારે બાણફળિયા ખેતરમાંથી દીપડો દેખાતા ગભરાહટ ફેલાયો હતો. જેથી લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જે બાદ સુરત વન વિભાગની ટીમે ખજોદ ગામમાં ધામા નાખ્યા હતા. જે પછીવન વિભાગની ટીમ દ્વારા દીપડાની ચહલ પહલ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

દીપડાના ખજોદ ગામમાં આંટાફેરાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમને દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હતા. જે પછી આ નિશાનના આધારે દીપડો જે દિશામાં ગયો હતો તે દિશામાં વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા.જોકે દીપડો કોઈ પણ હુમલો કરે તે પહેલા જ વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં તેમને સફળતા પણ મળી હતી. વન વિભાગે મુકેલા પાંજરામાં દીપડો પકડાઈ જતા લોકોને પણ મોટી રાહત થઇ હતી.બે દિવસના ભયના ઓથારમાં રહેલા ખજોદનાં લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો