આ વર્ષે રાખડીનું ટર્નઓવર 6000 કરોડ થવાનું અનુમાન, માર્કેટમાં 25 % સુધી મોંઘી થઈ રાખડી

આ વર્ષે રાખડીનું ટર્નઓવર 6000 કરોડ થવાનું અનુમાન, માર્કેટમાં 25 % સુધી મોંઘી થઈ રાખડી

આ વર્ષે રાખડીનું ટર્નઓવર 6000 કરોડ થવાનું અનુમાન, માર્કેટમાં 25 % સુધી મોંઘી થઈ રાખડી

રક્ષાબંધનનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ દેશના મુખ્ય બજારોમાં રોનક વધવા લાગી છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે લોકોમાં રક્ષાબંધનને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષથી ઠપ થઈ ગયેલો રાખીનો ધંધો હવે આ રોગચાળામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે. કોરોના પહેલાની સરખામણીએ આ વર્ષે બિઝનેસમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ વર્ષે કાચા માલની કિંમતના કારણે રાખડીઓ બજારોમાં મોંઘી છે, પરંતુ વેચાણ ગત વર્ષ કરતા વધુ છે. રાખડીના વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષે રાખડીનું 3,500 થી 4,500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. આ વર્ષે આંકડો વધીને રૂ. 5,000 થી રૂ. 6,000 કરોડ થવાની ધારણા છે. રાખડી નિર્માતાઓનું કહેવું છે કે, એકંદર ખર્ચમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે, પરંતુ કિંમતમાં માત્ર 20 થી 25 %નો વધારો થયો છે. આનાથી નફામાં ઘટાડો થયો છે.દેશમાં દિલ્હીના સદર બજાર રાખડીના બિઝનેસનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના રાખડીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે, કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ રાખડીના બિઝનેસ માટે સારા રહ્યા નથી, પરંતુ આ વર્ષે રિટેલ વેપારીઓએ કોરોનાનો ડર ખતમ થયા બાદ ઘણી બધી રાખડીની ખરીદી કરી છે. કિંમતમાં વધારો થયો હોવા છતાં આ વખતે 30 થી 50 ટકાથી વધુ રાખડીઓનું વેચાણ થવાની ધારણા છે. વેપારી અનિલ જૈને અમર ઉજાલાને જણાવ્યું કે, શરૂઆતમાં છૂટક વેપારીઓએ આ વર્ષે ઘણો માલ ખરીદ્યો છે. હવે ખરીદી ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જો છૂટક વેપારીઓ સમગ્ર માલનું વેચાણ નહીં કરે તો પેમેન્ટ અટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.બજારમાં એવિલ રાખડીની માંગ ખૂબ વધુઆ વર્ષે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે. એવિલ આઈ એટલે કે નજરબટ્ટુ રાખીની ખૂબ માંગ છે. આ રાખડીઓ 10 થી 50 રૂપિયામાં મળે છે. વેપારીઓનું કહેવું છે કે, રાખડીઓ મોંઘી થવાને કારણે ગત વર્ષની સરખામણીમાં 20 થી 25 ટકા જેટલો વધારો થઈ શકે છે. જોકે, આ વર્ષે રાખડી બનાવનારાઓ પર પણ વધતા ખર્ચનો બોજ આવી ગયો છે. મોતી, દોરા, માળાથી લઈને પેકેજિંગ મટિરિયલ સુધીના ભાવમાં વધારો થયો છે.