મોંઘવારી - નવા ઘરની કિંમતોમાં થયો તોતિંગ વધારો, જોઈ લો ક્યાં કેટલો છે ઘરનો ભાવ

મોંઘવારી/ નવા ઘરની કિંમતોમાં થયો તોતિંગ વધારો, જોઈ લો ક્યાં કેટલો છે ઘરનો ભાવ

મોંઘવારી - નવા ઘરની કિંમતોમાં થયો તોતિંગ વધારો, જોઈ લો ક્યાં કેટલો છે ઘરનો ભાવ

દેશભરમાં ઘરોના વેચાણ વધી રહ્યા છે, કેમ કે ઘરની ડિમાન્ડ પણ વધી રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશના 8 મુખ્ય શહેરોમાં જૂન ત્રિમાસિકગાળા દરમિયાન એક વર્ષમાં સરેરાશ 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો વળી અમુક ભાગમાં ભાવ 10 ટકા સુધી પણ વધ્યા છે. એટલે કે, એક વર્ષ પહેલા જે ઘર 50 લાખમાં મળતું હતું તે હવે 52થી 55 લાખ રૂપિયા સુધી ચુકવવા પડે છે. આ જાણકારી રિયલ એસ્ટેટ ક્ષેત્રની ટોચની સંસ્થા ક્રેડાઈ, સલાહકાર કોલિયર્સ ઈંડિયા અને ડેટા વિશ્લેષણ ફર્મ લિયોસેસ ફોરાસના એક રિપોર્ટમાં આપી દીધી છે. રિપોર્ટ અનુસાર ઘરોના નિર્માણનો ખર્ચો વધતા કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. 

મકાનોના ભાવ કેટલા વધ્યા

આ રિપોર્ટ અનુસાર ઘરની માંગમાં વધારો અને બાંધકામ ખર્ચમાં વધારો થવાને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન આઠ મોટા શહેરોમાં રહેણાંક મિલકતના ભાવમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન દિલ્હી-NCRમાં મકાનોની કિંમતોમાં મહત્તમ 10 ટકાનો વધારો થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટરની ટોચની સંસ્થા CREDAI, કન્સલ્ટન્ટ કોલિયર્સ ઈન્ડિયા અને ડેટા એનાલિસિસ ફર્મ લિયાઈઝ ફોરાસનો આ રિપોર્ટ દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદના આઠ મોટા શહેરોના ટ્રેન્ડ પર આધારિત છે. રિપોર્ટનું શીર્ષક 'હાઉસિંગ પ્રાઇસ-ટ્રેકર રિપોર્ટ 2022' છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2022 ના બીજા ક્વાર્ટર દરમિયાન ભારતમાં મકાનોની કિંમતો રોગચાળા પહેલાના સ્તરને વટાવી ગઈ છે. આ સૂચવે છે કે ઘરની માંગ ખૂબ જ મજબૂત છે જ્યારે સામે જોઈએ છે તેટલા ઘરો નિર્માણ થતું નથી, તેના કારણે વિકટ સ્થિતિ આવી છે અમે ભાવમાં વધારો થયો છે. 

ભાવમાં કેટલો થયો વધારો

આ રિપોર્ટ અનુસાર અમદાવાદમાં ગત વર્ષની સરખામણીમાં મકાનોની કિંમતમાં 9 ટકાનો વધારો થયો છે અને સરેરાશ કિંમત વધીને 5927 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ છે. બેંગલોરમાં કિંમતો પાછલા વર્ષની સરખામણીએ ક્વાર્ટરમાં 4 ટકા વધીને રૂ. 7,848 પ્રતિ ચોરસ ફૂટ થઈ હતી, જ્યારે ચેન્નાઈમાં માત્ર એક ટકાનો વધારો થયો હતો. અને તેની કિંમત 7129 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે. હૈદરાબાદ અને કોલકાતામાં સરેરાશ ભાવ 8 ટકા, મુંબઈ ક્ષેત્રમાં 1 ટકા વધ્યા છે. હાલમાં, મુંબઈમાં સરેરાશ ભાવ રૂ. 19677 પ્રતિ ચોરસ ફૂટ છે અને તે દેશનું સૌથી મોંઘું પ્રોપર્ટી માર્કેટ છે.