પટના હાઈકોર્ટ તમામ જજો માટે IPhone 13 Pro ખરીદી કરશે

પટના હાઈકોર્ટ તમામ જજો માટે IPhone 13 Pro ખરીદી કરશે

પટના હાઈકોર્ટ તમામ જજો માટે IPhone 13 Pro ખરીદી કરશે

કોર્ટે ટેન્ડરમાં સ્પષ્ટ કર્યું છે કે આઇફોનના સપ્લાય પહેલા કોઇ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવશે નહીં. બિલ મળ્યા બાદ બેંક દ્વારા ચુકવણી કરવામાં આવશે. પટના હાઈકોર્ટે એમ પણ કહ્યું કે આઈફોન જાળવવા માટે ફર્મ અથવા સપ્લાયર તૈયાર રહેવું જોઈએ.

પટના હાઈકોર્ટ તમામ જજ માટે iPhone 13 Pro 256 GB ખરીદવા જઈ રહી છે. પટના હાઈકોર્ટે iPhone 13 Proના સપ્લાય માટે ટેન્ડર બહાર પાડીને તમામ સપ્લાયર્સ અને ડીલરોને આમંત્રિત કર્યા છે. રસ ધરાવતા સપ્લાયરો પાસેથી આઇફોનની કિંમત પર જીએસટી અને સર્વિસ ચાર્જ સહિત ક્વોટેશન માંગવામાં આવ્યા છે.

કોર્ટે સપ્લાયર્સ અને ડીલરો પાસેથી જીએસટી નંબર, પાન નંબર, આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જેવી માહિતી પણ માંગી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સપ્લાયર અને ડીલરની હેડ ઓફિસનું સ્થાન પટનામાં હોવું જોઈએ.

કોર્ટે ટેન્ડરમાં સ્પષ્ટ કર્યું છે કે આઇફોનના સપ્લાય પહેલા કોઇ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવશે નહીં. બિલ મળ્યા બાદ બેંક દ્વારા ચુકવણી કરવામાં આવશે. પટના હાઈકોર્ટે એમ પણ કહ્યું કે આઈફોન જાળવવા માટે ફર્મ અથવા સપ્લાયર તૈયાર રહેવું જોઈએ. વધુમાં, મોબાઈલની ખામીના કિસ્સામાં, તેને સંબંધિત કંપનીઓ દ્વારા તરત જ વોરંટી અવધિમાં મફતમાં બદલવી પડશે.

પટના હાઈકોર્ટનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે Apple iPhone 14 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે iPhone 14 સિરીઝનું લોન્ચિંગ સપ્ટેમ્બર મહિનાની આસપાસ થઈ શકે છે. જો કે, સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.