ફેસબુકના યૂઝર્સને ઝટકો! ટૂંક સમયમાં બંધ થઇ જશે આ પોપ્યુલર ફીચર, યૂઝર્સને નહીં મળે ફાયદો

ફેસબુકના યૂઝર્સને ઝટકો! ટૂંક સમયમાં બંધ થઇ જશે આ પોપ્યુલર ફીચર, યૂઝર્સને નહીં મળે ફાયદો

ફેસબુકના યૂઝર્સને ઝટકો! ટૂંક સમયમાં બંધ થઇ જશે આ પોપ્યુલર ફીચર, યૂઝર્સને નહીં મળે ફાયદો

ફેસબુકે યૂઝર્સને વધુ એક ઝટકો આપ્યો છે. ફેસબૂકે તેના એક પોપ્યુલર ફીચરને બંધ કરવાની જાહેરાત કરી છે જે બાદ હવે 1 ઓક્ટોબરથી યૂઝર્સ તે ફીચરનો ઉપયોગ નહીં કરી શકે. ફેસબૂકે 1 ઓક્ટોબરથી પોતાના લાઇવ શોપિંગ ફીચરને બંધ કરવા તેમજ તેની મુખ્ય એપ અને ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ-ફોર્મ વીડિયો પ્લેટફોર્મ રીલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે યૂઝર્સ હજુ પણ લાઇવ ઇવેન્ટ ટેલીકાસ્ટ કરવા માટે ફેસબુક લાઇવનો ઉપયોગ કરવા માટે સક્ષમ હશે, પરંતુ તેઓ તેના ફેસબુક લાઇવ વીડિયોમાં પ્રોડક્ટ પ્લેલિસ્ટ અથવા પ્રોડક્ટ્સને ટેગ નહીં કરી શકે.શુ છે ફેસબુકનું લાઇવ શોપિંગ ફીચરફેસબુકનું લાઇવ શોપિંગ ફીચર ક્રિએટર્સને પ્રોડક્ટ્સ વિશે ટેલિકાસ્ટ કરવામાં તેમજ વેચવાની સુવિધા આપે છે. લાઇવ ફીચરને સૌથી પહેલા 2018માં થાઇલેન્ડમાં રોલ આઉટ કરવામાં આવ્યું હતું.કંપનીએ આ ફીચર બંધ કર્યા બાદ શું કહ્યુંકંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, હવે જ્યારે યૂઝર્સ શોર્ટ-ફોર્મ વીડિયો જોવાનું પસંદ કરે છે, તો અમે અમારું ધ્યાન ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પર કેન્દ્રિત કરી રહ્યા છે. કંપનીએ એવું પણ કહ્યું હતું કે, જો તમે વીડિયો મારફતે લોકો સુધી પહોંચવા અને તેઓને કનેક્ટ થવા માંગો છો તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ અને રીલ જાહેરાતની સાથે પ્રયોગ કરી શકે છે. તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં પ્રોડકટ્સને પણ ટેગ કરી શકો છો. ફેસબુકે કહ્યું કે, જેમની પાસે ચેકઆઉટ વાળી શોપ છે અથવા તે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ શોપિંગ ઇવેન્ટ હોસ્ટ કરવા માંગે છે, તો તે એવું કરી શકે છે. તમે લાઇવ વીડિયોને સેફ કરવા ઇચ્છો છો તો તમારા વીડિયોને તમારા પેજ અથવા ક્રિએટર સ્ટૂડિયોમાં ડાઉનલોડ કરી શકો છો.મેટા હવે રિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશેમેટાએ તેના ટિકટોક પ્રતિસ્પર્ધી શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ રીલ્સ પર જાહેરાતોથી 1 અબજ ડોલરના વાર્ષિક રેવેન્યૂ રન રેટને પાર કર્યો છે અને હવે મેટા વધુને વધુ રીલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.