ગુજરાતની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા થયા રવાના

ગુજરાતની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા થયા રવાના

ગુજરાતની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા થયા રવાના

ગુજરાતની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા થયા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માનભેરવિદાય અપાઈ હતી. વતન ગુજરાતને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી વડાપ્રધા નરેન્દ્રભાઈ મોદી દિલ્હી જવા રવાના થયા હતા. આજે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને IFSC- SGX કનેક્ટના લોન્ચિંગ, IFSCAના મુખ્યાલયના શિલાન્યાસ અને સંબોધન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કારમાં બેસી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ ખાસ વિમાનમાં બેસી દિલ્હી જવા રવાના થયા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ તેમને માનભેર વિદાય આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની વિશેષ મુલાકાત ગુજરાત માટે રહી હતી. જેમાં ગઈ કાલે વડાપ્રધાનને સાબર ડેરીના વિવિધ લોકાર્પણ અને ઉદઘાટન કર્યા હતા ત્યારે આજે ગિફ્ટ સિટીના મહત્વના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના ગુજરાતમાં માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં વિવિધ પ્રવાસો થઈ ચૂક્યાછે ત્યારે આગામી સમયમાં વડાપ્રધાનનો કચ્છનો પ્રવાસ પણ યોજવામાં આવશે.