સરકારનો મોટો નિર્ણય, 15 જુલાઈથી 18+ લોકોને મફત અપાશે બૂસ્ટર ડોઝ

સરકારનો મોટો નિર્ણય, 15 જુલાઈથી 18+ લોકોને મફત અપાશે બૂસ્ટર ડોઝ

કેન્દ્ર સરકારે કોરોના બૂસ્ટર ડોઝ અંગે મોટો નિર્ણય લીધો છે. 15 જુલાઈથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે લોકો પર બોજ ન પડે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ અભિયાન 15 જુલાઈથી આગામી 75 દિવસ સુધી ચાલશે. દેશમાં અત્યાર સુધીમાં 199 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.