પોલિસ વિભાગ માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

પોલિસ વિભાગ માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

પોલિસ વિભાગ માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

દિવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દીવ ખાતે પોલિસ વિભાગ માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

દિવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય સેવા કેન્દ્ર દ્વારા શ્રાવણ મહિનાના રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ‘‘યુવા રક્ષા સપ્તાહ‘' અંતર્ગત આજરોજ ફૂદમ હેડ ક્વાર્ટર ખાતે રક્ષાબંધન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ પ્રસંગે દિવ જિલ્લા એસ.પી. અનુજ કુમાર દ્વારા ઉપસ્થિત દરેક નું શાબ્દિક સ્વાગત કર્યા બાદ યુ.કે. થી આવેલ બી.કે. કાનનબહેને દેશ વિદેશ માં થતી બ્રહ્માકુમારીઝ ની સેવા ની માહિતી આપી. બી.કે. જગદીશભાઈએ બ્રહ્માકુમારીઝ ની કાર્યવિધિ વિષે વાત કરી હતી. બ્રહ્માકુમારી ગીતાબહેન દ્વારા રક્ષાબંધન નું આધ્યાત્મિક રહસ્ય સમજાવી ને દરેક પોલિસકર્મી ભાઈ – બહેનોને રાખડી બાંધવામાં આવી હતી. કાર્યક્રમ માં દિવ જિલ્લા એસ.પી. અનુજ કુમાર, ડેપ્યુટી એસ.પી. મનસ્વી જૈન, પી. આઈ. નરેશભાઈ પટેલ સહિત પોલિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં દિવ જિલ્લા એસ.પી. અનુજ કુમારે દિવ બ્રહ્માકુમારીઝ બહેનો નો આભાર વ્યક્ત કર્યો અને સ્ટાફના દરેક ભાઈઓ પોતાના જીવન માંથી કંઈક ને કંઈક અવગુણ કે વ્યસન નું દાન આપશે એવી દરેક વતી થી બાહેંધરી આપી.