IT રિટર્ન પર હવે થશે દંડ તો LPG સિલિન્ડર થયો સસ્તો, જાણો આજથી શું શું બદલાયું?

IT રિટર્ન પર હવે થશે દંડ તો LPG સિલિન્ડર થયો સસ્તો, જાણો આજથી શું શું બદલાયું?

IT રિટર્ન પર હવે થશે દંડ તો LPG સિલિન્ડર થયો સસ્તો, જાણો આજથી શું શું બદલાયું?

આજથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે મહિનાની શરૂઆતથી જ અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં એક તરફ IT રિટર્ન ભરવા પર દંડ થશે તો બીજી તરફ કમર્શિયલ ગેસ સિલિન્ડર પણ સસ્તો થશે. ચાલો જાણીએ આજથી ક્યા ક્યા નિયમોમાં ફેરફાર થયો છે. આજથી 19 કિલોગ્રામનો કમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. ઇન્ડિયન ઓઇલે કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કર્યો છે.હવે દિલ્હીમાં કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1976.50 રૂપિયામાં મળશે. ગત મહિને આ કિંમત 2012.50 રૂપિયામાં હતી. કોલકાતામાં હવે તે 2095.50 રૂપિયામાં મળશે તો મુંબઇમાં 196.50 રૂપિયા તેમજ ચેન્નાઇમાં 2141 રૂપિયામાં મળશે. ગત મહિને કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઓછી કરવામાં આવી હતી. જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો હતો. ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત્ રખાયો છે. હવે 14.2 કિલોગ્રામ ઘરેલુ ગેસ સિલન્ડર દિલ્હીમાં 1053 રૂપિયા, મુંબઇમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા અને ચેન્નાઇમાં 1068.50 રૂપિયામાં મળી રહ્યું છે.રિટર્ન ભરવા પર 5 હજાર રૂપિયા દંડ થશેહવે આઇટી રિટર્ન ભરવા પર 5 હજાર રૂપિયા દંડ થશે. સરકારે રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ સુધી નક્કી કરી હતી. જે હવે પૂરી થઇ ચૂકી છે. હવે આ સમયમર્યાદા વધારાઇ નથી, જેને કારણે રિટર્ન ભરવા પર હવે 5 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જે લોકોની આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તેને લેટ ફી તરીકે 1000 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. વાર્ષિક આવક 5 લાખથી વધુ હો તેને 5 હજાર રૂપિયા દંડ ચૂકવવો પડશે.KYC વગર કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ નહીં મળેપ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે હવે કેવાયસી અનિવાર્ય છે. યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશનની સાથે કેવાયસી કરાવવું પડશે. કેવાયસી માટે જૂના લાભાન્વિતોને 31 જુલાઇ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે તે પૂરો થયો છે. જે લાભાર્થીઓએ કેવાયસી નથી કરાવ્યું, તેઓને પીએમ કિસાન સમ્માન નિધિના 12ના હપ્તાની રકમ નહીં મળે.બેંક ઓફ બરોડાએ ચેકથી ચૂકવણી માટે નિયમ બદલાવ્યોબેંક ઓફ બરોડાએ આજથી ચેકથી ચૂકવણી માટેનો નિયમ બદલ્યો છે. હવે પાંચ લાખથી વધુના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ અનિવાર્ય બનશે. આ ફેરફાર ચેક પેમેન્ટને સુરક્ષિત કરવા તેમજ છેતરપિંડીને રોકવા માટે કરાશે.